દાહોદના શિક્ષકે શાળામાં અનિયમિત રહેતા બાળકો માટે તેના કારણો જાણી શાળામાં નિયમિત કરવાના સધન સફળ પ્રયાસો હાથ ધરતા શિક્ષકને સફળતા મળી

તા.૦૮.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સામાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ તાલુકાના પુંસરી પ્રાથમિક શાળા તા: જિ: દાહોદના શિક્ષકે શાળામાં અનિયમિત રહેતા બાળકો માટે તેના કારણો જાણી શાળામાં નિયમિત કરવાના સધન સફળ પ્રયાસો હાથ ધરતા શિક્ષકને સફળતા મળી
પુંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી સતત અનિયમિત રહેતા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમને નિયમિત શાળાએ કેવી રીતે લાવવા તેવા પ્રયાસો હાથ ધરવા શાળાના શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીએ વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ લાવવાનું અભિયાન શરૂ કર્યું. મફત અને ફરજિયાત શિક્ષણનો હેતુ સિદ્ધ કરતાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે સાથે કોઈ પણ કાર્યક્રમની ફળશ્રુતિ માટે બાળકે શાળાએ આવવું ખૂબ જરૂરી છે એ માટે શિક્ષકે બાળકના મનને વાંચવું પડે,એની સમસ્યા સાંભળી એને સમજવી પડે,તેની સામાજિક,આર્થિક,શારીરિક અને શૈક્ષણિક સ્થિતિ ચકાસ્વી પડે,બાળક કેમ શાળાએ નથી આવતું તેનું ગહન અધ્યયન કરી તેના તારણો કાઢી બાળકને શાળાએ લાવવાના પ્રયાસ શિક્ષકે શરુ કર્યા હતાં. અનિયમિતતાની સમસ્યાને હલ કરવા શાળાના આચાર્ય, શિક્ષકો,એસ.એમ.સી અને ગામના જાગૃત નાગરિકો સાથે વિચાર વિમર્શ કરી વારંવાર વાલી સંપર્ક કરી ગામના અનિયમિત રહેતા વાલિઓનો સંપર્ક કર્યો,જાગૃત મહિલાઓનો સંપર્ક કર્યો. સંપર્ક કરતા સ્થળાંતર,ખેત મજૂરી,શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અભાવ,આર્થિક સમસ્યા,શિક્ષણ પ્રત્યે નીરસતા જેવા કારણો જાણવા મળ્યા હતાં. આ માટે દરેક ફળિયામાં વાલીબેઠક ગોઠવી ફળિયાની સમિતિ બનાવી ટેલિફોનિક સંપર્ક કર્યો. જાગૃત મહિલાઓ જોડે ચર્ચા કરી એવા દરેક અનિયમિત વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત આવતા કર્યા, તેમના માટે પોતાના વ્યક્તિગત ખર્ચથી દર મહિને 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીનીઓ ભેટ સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા,શાળામાં ચાલતી જુદી જુદી સહ-અભ્યાસિક પ્રવૃતિઓમાં તેમને ભાગ લેતા કર્યા,સંગીતમય પ્રાર્થના સંમેલન દ્વારા વિદ્યાર્થીઓની અંદર શાળા પ્રત્યેનો ઉમંગ અને આનંદ જળવાતો રહે તેવી અનેક વિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને ભેટ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. હાલ વિદ્યાર્થીઓની હાજરીમાં ઉત્તરોતર વધારા સાથે અનિયમિત વિદ્યાર્થીઓ નિયમિત થયા એનો રાજિપો વ્યક્ત કરતાં શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળીએ શાળાનું વાતાવરણ જીવંત બનાવી દીધું છે.
તેનો આભાર પુંસરી ગામના સરપંચ શ્રીમતિ શારદાબેન ભુરીયા શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે.








