BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષપદે મહિલા સંમ્મેલન યોજાયો.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત, છોટાઉદેપુર દ્વારા મહિલા સંમેલનનું આયોજન આજરોજ સ્વામીનારાયણ હોલ, બોડેલી ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો અને સાફલ્યગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

આરોગ્ય, શિક્ષણ, રોજગારી, સર્વાગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલું હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દૂર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો વગેરે બાબતો માટે છોટાઉદેપુર જિલ્લાની આ ઉજવણીમાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ શીતલકુંવરબા મહારાઉલ, જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિ તેમજ શર્મિલાબેન રાઠવા, શ્રીમતી કલ્પનાબેન રાઠવા, શ્રીમતી ભાવનાબેન ભીલ, શ્રીમતી દિપીકાબેન તડવી તેમજ અન્ય મહિલાઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button