
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષક ભાઈઓ અને બહેનોની જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ ડાંગ જિ.પ્રા.શિ.સંઘ દ્વારા ડાંગ જીલ્લાની સીઝન ક્રિકેટ ટીમને સિઝન ક્રિકેટ કીટ ની ભેટ અર્પણ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા કક્ષાની ભાઈઓ-બહેનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આહવાનાં બરડે ક્રિકેટ ગ્રાઉન્ડ કોદમાળ-આહવા ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યુ હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પ્રથીમક શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈ ત્રિવેદી,વિજયભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.તેમજ કાર્યક્રમમાં જિલ્લા સંઘના હોદ્દેદારો રાજ્ય સંઘના પ્રતિનિધિ, સુબીર તા.પ્રા. શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષક, તા.પ્રા.શિક્ષક ઘટક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જિલ્લાના ત્રણેય તાલુકાના શિક્ષક ક્રિકેટ ટીમના ખેલાડીઓ ને પ્રોત્સાહન પુરું પાડી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં શિક્ષક ભાઈઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.તે પૈકી ભાઈઓની બે ટીમો સુબીર અને આહવા ટીમ ફાઈનલમાં રમી હતી. જેમાં આહવા ટીમ ચેમ્પિયન બની હતી અને સુબીર ટીમ રનર્સ અપ રહી હતી.જેમાં મેન ઓફ ધ સીરીઝ અને મેન ઓફ ધ મેચ નો ખિતાબ આહવા ટીમના હરેશભાઈ,બેસ્ટ બેટ્સમેન સુબીર ટીમના મિત્તલભાઈ અને બેસ્ટ બોલર આહવા ટીમના દિલીપભાઈને ફાળે ગયો હતો. ફાઈનલમાં બહેનોમાં મેન ઓફ ધ સીરીઝ,મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ સુબીર ટીમના લુસિયાબેન અને બેસ્ટ બોલર આહવા ટીમના બીનલબેન ને ફાળે ગયો હતો.ચૅમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને ડાંગ જિ.પ્રા.શિ.સંઘના પ્રમુખ,મહામંત્રી,ખજાનચી તથા હાજર હોદ્દેદારો ના હસ્તે આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ સમગ્ર આયોજન ડાંગ જિ.પ્રા. શિક્ષક સંઘ ના પ્રમુખ દિવ્યેશકુમાર પટેલ, મહામંત્રી ચિંતનકુમાર પટેલ,ખજાનચી દલપતભાઈ પટેલ,કા.પ્રમુખ ગણેશભાઇ ભોયા,સંગઠન મંત્રી નિલેશભાઈ તથા વિજયભાઈ,જિલ્લા સંઘના હોદ્દેદારો તથા કારોબારી સભ્ય દ્વારા કરવામાં આવ્યુ હતું.સમગ્ર ટુર્નામેન્ટના આયોજનમાં મોગરા શાળાના આચાર્ય કલ્પેશભાઈ એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.તેમજ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો…





