
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડા દ્વારા ફીલ્ડ વિઝીટ કરવામાં આવી.

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડા દ્વાર હેડટીચર હારીશભાઈ ના માર્ગદર્શન હેઠળ સવારાના મુવાડા ગામની અને શાળાની મુલાકાત કરવામાં આવી.બાળકોને રસ્તામાં અને ખેતરોમાં રહેલા અનાજ (પાક),વૃક્ષો,વેલાઓ,ફળો,ઔષધીઓ,શાકભાજી, ઘાસ ,પશુપાલન,નહેર અને કુવા વિગેરેની તમામ બાબતો આસિ. શિક્ષક ખલીલભાઈ અને સુમૈયાબેન દ્વારા સમજાવવામાં આવી.પ્રોજેક્ટ કાર્યના લીધે શહેર(સીટી)ના બાળકોએ પહેલીવાર આ નજારો અને ગામડાનું આનંદી જીવન જોઈ ખુબ ખુશ થયા.પાકો અને ઉદ્યોગમાં વપરાતા કાચા માલની સમજ મેળવી.
સવારાના મુવાડા પ્રાથ. શાળાના આચાર્યા બહેન શર્મિષ્ઠાબેન અને આ.શિ. નરેન્દ્રભાઇએ ચા-નાસ્તાનુ સુંદર આયોજન કર્યું હતું.હેડટીચર હારીશભાઈ, સી.આર.સી.કૉ.ઓર્ડિનેટર મોહસીનભાઈ અને એસ.એમ.સી.અધ્યક્ષ સુહેલભાઈ એ પણ રૂબરૂ મુલાકાત લઈને બાળકોના સાથે આનંદ માણ્યો હતો.









