DEDIAPADAGUJARAT

દેડિયાપાડા ના બેબાર ગામમાં પીવાનાં પાણી જેવી સુવિધાઓથી વલખાં મારતાં, ગ્રામજનો મા ભારે આક્રોશ,

દેડિયાપાડા ના બેબાર ગામમાં પીવાનાં પાણી જેવી સુવિધાઓથી વલખાં મારતાં, ગ્રામજનો મા ભારે આક્રોશ,

 

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

 

નર્મદા જીલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમ નર્મદા થી 450 જેટલાં કિલોમીટર દુર પાણી પોંહચાડતી સરકાર.. ડેમ થી માત્ર 25 કિલોમીટર દુર ઉત્તર દિશામાં બેબાર ગામના લોકો ને પીવાનાં પાણી ની સુવિધાઓ પુરી પાડવા નિષ્ફળ નીવડી છે

 

સરકારના દાવાઓ મુજબ ગુજરાત ના દરેક ગામોમાં વર્ષ 2022-23 માં લગભગ દરેક ગામોમાં ઘર આંગણે નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું પાણી પોંહચાડી દેવામાં આવ્યું છે,

આઝાદી ના અમૃત મહોત્સવ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને ચલો ગાંવકી ઔર જેવાં અનેક કાર્યક્રમ દ્વારા તંત્ર દરેક ઘર આંગણે ચોપડાઓમાં અને હોડિંગસ માં પોહોચ્યુ છે, ત્યારે ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ બેબાર ગામે ગ્રામજનોને આજે પણ પીવા ના પાણી માટે વલખા મારતા જોવાં મળે છે,

 

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સંકલ્પ મુજબ સમગ્ર દેશના દરેક ગામોમાં 2022 સુધી વીજ સુવિધા પુરી પાડવી અને પીવાનાં પાણી ની સામશ્યા દૂર કરવી, ઘર વપરાશ માટે 24 કલાક લાઈટ અને ખેતીના ઉપયોગ માટે વીજ પુરવઠો આપવામાં આવે છે, પરંતુ ડેડીયાપાડા તાલુકાના બેબાર ગામના ગ્રામીણ લોકોને આજે 5-6 દિવસ વીતી ગયા છતાં પણ ખોરવાયેલો વીજ પુરવઠો મળ્યો નોહતો, પરંતુ “મીડિયા” ની ટીમ બેબાર ગામે પોહચી હતી અને મહીલાઓની આપવીતી સાંભળી હતી અને નાયબ ઇજનેર ડી.એસ.પટેલનો સંપર્ક કરતા વીજ કંપનીની ટીમ તાત્કાલિક ધોરણે બેબાર ગામે પોહચી હતી. અને સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવતા? ગ્રામજનો ખુશખુશાલ થઇ ગયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button