
સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળાની ઘટના.
અમીન કોઠારી :
મહીસાગર….
તા. ૧/૩/૨૪
મોવાસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતો વાલીઓમાં ભારે રોશની લાગણી.
વિદ્યાર્થીને સારવાર અર્થે 108 ની મદદથી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા પીવીસી ની પાઇપ દ્વારા ડાબા હાથ ની કોણીના ઉપરના ભાગે માર મારતો વિદ્યાર્થીને સારવાર અર્થે ચૂથાના મુવાડા સી.એસ.સી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. નાના ભૂલકાના રૂબરૂમાં જણાવ્યા અનુસાર શિક્ષક દ્વારા તેને પાંચ થી છ પીવીસી ની પાઇપ મારીને તેને ઈજા પહોંચાડવામાં આવી હતી.
મોવાસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયેશભાઈ નામના શિક્ષક દ્વારા અંગ્રેજોને પણ શરમાવે તેવું ક્રૂર અને હિટલરશાહી વલણ અપનાવીને માનવતાને નેવે મૂકીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નજીવી બાબતે પીવિસી ની પાઇપ થી માર મારવામાં આવતા ભારે રોશની લાગણી ફેલાઈ જવા પામી છે.
જ્યારે બીજી બાજુ ચૂથાના મુવાડા સી એસ સી સેન્ટરના ડોક્ટરના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીને 108 ની મદદથી ચૂથાના મુવાડા સીએસસી સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો ત્યારે ડાબા હાથની કોણીના ઉપરના ભાગે લાકડી થી માર વાગેલો હોવાના નિશાન જણાઈ આવતા વિદ્યાથી ની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી,
પરંતુ આવા બનાવવાની અંદર ઈજા પામેલ કોઈપણ વ્યક્તિને 108 મારફતે હોસ્પિટલમાં દવા સારવાર કરાવવા માટે લાવવામાં આવે ત્યારે તે બાબતે સૌપ્રથમ પોલીસની જણાવવામાં આવ્યા બાદ તેની આગળની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળે છે ત્યારે શિક્ષક દ્વારા ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પીવીસીની પાઇપ થી માર મારવા બાબતે પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે કે કેમ ???
અથવા તો આ બાબતે કોઈ જાણ પોલીસને કરેલ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.
આ બાબતે જિલ્લાના શિક્ષણ વિભાગના સત્તાધીશો યોગ્ય તપાસ કરીને કસુરદાસ શિક્ષક સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ ? તેવો સુર જનતામાંથી પણ સાંભળવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીને પીવીસી ની પાઇપથી માર મારવાની આવી ગંભીર બનવા પામેલી ઘટના ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવશે તો આવા બેફામ બનેલા શિક્ષકો વિદ્યાર્થીઓને માર મારવા માટે મોકલું મેદાન મળી જવા પામશે અને શાળામાં વિદ્યાર્થીઓને સામાન્ય બાબતે પણ માર મારવાના કિસ્સાઓ વેગવંતા બનવા પામે તો નવાઈ નહીં!!!!
આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેઓ ગણગણાટ આ ગામના રહીશોમાંથી પણ સાંભળવા મળી રહ્યો છે.