CHOTILASURENDRANAGAR

ચોટીલા ગૌસેવક અને પોલીસ ટીમ દ્વારા અબોલ જીવોને કતલખાને જતા બચાવી લીધા

તા.01/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન સ્ટાફ અને ગૌ સેવકો દ્વારા મઘરીખડા પાસે ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાંથી આઇસર સાથે ડ્રાઇવર ક્લિનરની ધરપકડ કરી હતી આ બનાવમાં બન્ને શખસો તથા વાંકાનેરથી પશુ ભરી આપનાર સહિત એમ કુલ ત્રણ સામે પશુ સંરક્ષણ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ચોટીલા પોલીસ સ્ટેશન સ્ટાફને ગૌ સેવક હરેશભાઈ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી કે વાંકાનેર તરફથી કતલખાને લઈ જવા પશુઓ ભરી આઇસર મઘરીખડા પાસે ક્રિષ્ના હોટલમાં ઉભી રહી છે આથી હોટલ પર ચોટીલા પીએસઆઇ વીરેન્દ્રસિંહ વાઘેલા અને એએસઆઈ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આઇસરમાં ખીચોખીચ નવ પશુ દોરડાથી બાંધીને મળી આવ્યા હતા ડ્રાઇવર અને ક્લિનરને પાસ પરમિટ અને આધાર પુરાવા માંગતા તેમની પાસે ન મળતા ડ્રાઇવર ઇમરાન ભાઈ હબીબભાઈ અબ્રાણી ટંકારા અને બાબુભાઈ દિલીપભાઈ પરમાર સરાણીયા વાકાનેરની પૂછપરછ કરતા આઠ ભેસ અને એક પાડો મળી કુલ નવ પશુ મોહસીનભાઈ કાદરભાઈ કાર્બન વાંકાનેર વાળાએ ભરી આપ્યા અને અમદાવાદ તરફ લઈ જતાો હતા ચોટીલા પોલીસે નવ પશુ તેની આશરે કિ.રૂ.1,30,000 અને આઇસર કિં.રૂ.3,00,000 અને મોબાઇલ કિં.રૂ. 5500 મળી કુલ 4,35,500 મુદ્દામાલ જપ્ત કરાયો હતો ત્રણે શખસો વિરૂદ્ધ પશુ સરક્ષણ અધિનિયમ અને ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button