BANASKANTHAGUJARATPALANPUR

વડગામ નગરમાં સનાતન સેવા આશ્રમ સંસ્થા દ્વારા ઘેરબેઠાં ટીફીન વ્યવસ્થા કરવામાં આવી

1 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

વડગામ માં ભૂખ્યાને ભોજન સનાતન સેવા આશ્રમ સંસ્થા દ્વારા ટીફીન વ્યવસ્થા કાર્યરત છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને નિ:શૂલ્ક ભોજન કરાવે છે. રોજનાં જરૂરતમંદ લોકોને ભોજન આપે છે. દાતાનાં સહયોગથી સંસ્થા ની પ્રવૃત્તિ ચાલી રહી છે.આજના યુગમાં માણસને બીજા માણસ માટે સમય રહ્યો નથી. દરેક વ્યક્તિ પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે. આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકો નજરે પડતા નથી. આવા લોકોને બે સમયનું ભોજન પણ નસીબ થતું નથી. પરંતુ ધાન્ધાર ના વડગામ માં સનાતન સેવા આશ્રમ સંસ્થા આવા લોકોને ભોજન પૂરું પાડે છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા મથક વડગામ વિસ્તારમાં રહેતા તમામ જરૂરતમંદ લોકો ને ઘેરબેઠાં ભોજન આપવા સંત ભગવતીબાઈ દ્વારા સનાતન સેવા આશ્રમ વડગામ ખાતે થી તાજેતરમાં ઘેરબેઠાં ટીફીન સેવા શરૂ કરવા આવી હતી.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button