
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય સંચાલિત ડાંગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગના મોડેલ કેરીયર સેન્ટર, આહવા દ્વારા આયોજિત “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” આઉટરીચ સેમિનાર એન.સી.એસ. અનુબંધમ પોર્ટલ અવરનેસ કાર્યક્રમ સુબિર તાલુકાની ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધ્યમિક અને ઉ. મા. શાળા, શિંગાણા ખાતે યોજાયો હતો.
આ શાળા ખાતે તા.૧૯ જુલાઈ ૨૦૨૩ નાં રોજ જિલ્લા રોજગાર કચેરી આહવાના કેરીયર કાઉન્સેલર કુ.શીતલ પવાર અને કુ.ધરતી ગામીત દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમનારમાં ધો – ૧૦ અને ૧૨ ના કુલ-૧૦૪ જેટલા વિદ્યાર્થીઓને જિલ્લા રોજગાર કચેરીની કામગીરી, નામ નોંઘણી, રોજગાર ભરતીમેળા ,સ્વરોજગાર શિબિર , ધો – ૧૦ અને ૧૨ પછીના વિવિધ કેરીયર અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, અનુબંધમ પોર્ટલ /એન.સી.એસ રોજગારલક્ષી પોર્ટલમમાં નામ નોંધણી, રોજગાર સેવાસેતુ કોલ સેન્ટર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાંઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવ્યું. સાથે શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા પણ રોજગાર અને કારકિર્દીલક્ષીને લગતી માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા શ્રીમતિ અમીતાબેન ગામીતે કર્યુ. જયારે આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા જીલ્લા રોજગાર અધિકારીશ્રી વિનોદભાઈ એસ. ભોયે અને સ્ટાફનો શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ એચ. જોષી અને શિક્ષકશ્રીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ માહિતી માટે રોજગાર સેવાસેતુ કોલ સેન્ટર નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ સંપર્ક કરવા અખબારી યાદી જણાવ્યુ હતુ.