
ચંચલદિપ વિદ્યાવિહાર નાનાકલોદરામાં દીક્ષાંત સમારોહ યોજાયો

તાહિર મેમણ : આણંદ – 01//03/2024- 11 માર્ચ થી શરૂ થતી એસએસસી બોર્ડની પરીક્ષા આપવા જનાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની હાઇસ્કુલ શ્રી ચંચલદીપ વિદ્યાવિહારના ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ મંડળના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 10 ના વર્ગ શિક્ષિકા ચંદ્રિકાબેન , સહાનાબેન તથા ધરતીબેને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આચાર્યા ઇન્દ્રાબેન પટેલે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ શું કાળજી રાખવી અને કોઈપણ જાતના ડર વગર પેપર લખવા અંગે માહિતી આપી હતી. મંડળના પ્રમુખ શ્રી નવીનભાઈએ બોર્ડના શિક્ષા કોષ્ટક અંગે વિગતે માહિતી આપી કોઈપણ જાતના ભય વગર પ્રામાણિકતાથી પેપર લખવા તેમજ અન્ય ઉપયોગી માહિતી આપી હતી. આ તબક્કે વિદ્યાર્થીઓએ શાળાના પોતાના અનુભવો વાગોડયા હતા તેમજ અથાગ મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ લાવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કરવાની ખાત્રી આપી હતી.








