સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મોરબી જીલ્લા પસંદગીમાં યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ડંકો વગાડ્યો…

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મોરબી જીલ્લા પસંદગીમાં યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ડંકો વગાડ્યો… રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રવાપર રોડ ખાતે આયોજિત મોરબી જીલ્લાની અંડર 14 પસંદગી ટ્રાયલમાં યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીના 7 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી….

આજ રોજ મોરબી ખાતે યોજાયેલા ટ્રાયલમાં મોરબી યુનિક ઇન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ના અંડર-14માં ડેનિશ ગામી,હિત બેડીયા, વ્રજ કાલરીયા ,અર્જુન ત્રિવેદી, ધૈર્ય કુંડારિયા, હાર્વિક છત્રોલા, જય પરમાર પસંદગી કરવામાં આવી હતી…
પસંદગી બાદ યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી ના પાર્ટનર તથા કોચ તુલસીરાજ અને જાવેદ ખૂરેશી પસંદગી પામેલ તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઉંચા જવાની શુભેચ્છા પાઠવી હતી.
આ તકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નો યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…અને એકેડમી ના કોચ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી….









