GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ પરીક્ષા અંગેના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

શિક્ષણમંત્રી  ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક સંપન્ન

મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ પરીક્ષા અંગેના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી

માર્ચ-2024માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે શિક્ષણમંત્રી  ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીડિયો કોન્ફરન્સમાં મંત્રી સમક્ષ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ પરીક્ષા અંગે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-2024ના સફળ સંચાલન માટેના મહીસાગર જિલ્લાના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી હતી.

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button