નારણ ગોહિલ લાખણી
હાલના ટેકનોલોજી ના સમયમાં આગવી પહેલ જેને લોકો પણ વધાવી રહ્યા છે ગામે ગામ લગ્નની સિઝન ધામ ધૂમથી ચાલી રહી છે જેમાં એકબીજાની દેખા દેખી અને આધુનિક સમયમાં નવી નવી ફેશન,પુરાતન લગ્ન રીત રિવાજ ભૂલી વિવિધ સમાજો ખાલી દેખાડો કરી કરોડો રૂપિયાના ધુમાડા કરી રહ્યા છે જેનાથી આવનાર સમય સમાજ માટે નુકસાનકારક સાબિત થશે, જેના ભાગરૂપે ગઈકાલે ખર્ચાઓ ઉપર અંકુશ મૂકીને એક કદમ શિક્ષણ તરફ આગળ વધી લાખણી તાલુકા મથકે ઠાકોર સમાજ સંકુલનું બાંધકામ પુર જોશમાં ચાલી રહ્યું છે જેમા લગ્ન પ્રસંગે યોગ્ય દાનની શુભ શરૂઆત ડેરા ગામના પૂર્વ પ્રમુખ રત્નાજી ડાભીના પુત્ર ઉત્તમજીની દીકરી કિંજલબેનના લગ્ન પ્રસંગે લાખણી સંકુલના બાંધકામમાં 5100/-રૂપિયા આપ્યા જે બદલ પરિવારનો સદારામ યુવક મંડળ અને ઠાકોર સેના વતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા આ રીતે દરેક ગામડે ગામડે ગામના તેમજ આજુબાજુના આગેવાનો યુવાનો તે ઘરે લગ્ન હોય ત્યાં જઈને 1100 થી 1 લાખ સુધીનું શિક્ષણમાં દાન ભેગું કરશે અને સાચું પુણ્ય કમાઈ શકે છે જે પ્રસંગે સદારામ યુવક મંડળના મંત્રી સવજીભાઈ,ઠાકોર, દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના સુપુત્ર વિક્રમભાઈ ચૌહાણ.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર કોતરવાડા,ધુખાજી સરપંચ દેતાલ,ઠાકોર સેના પ્રમુખ પ્રકાશજી ઠાકોર , લાખણી ઠાકોર સેના પુર્વ પ્રમુખ અને સમાજીક આગેવાન પારજીભાઈ ઠાકોર,ઉમેદજી ઠાકોર,ભેમાજી ઠાકોર મોરાલ,દીનેશજી પત્રકાર tv9 ,mc ચાવડા,તલાજી ઠાકોર સરપંચ અસાસણ ,કલ્પેશજી ઠાકોર , તાલુકા ભાજપ મહામંત્રી ગજુજી ઠાકોર,આર કે ચાવડા ,પ્રકાશજી જોરાપુરા દિનેશજી લાલપુર ભલાજી આગથળા વગેરે નામી અનામી યુવાનો આગેવાનો ઉપસ્થિત રહી આ નવી દિશા તરફ સૌ યુવાનો આગેવાનો જોડાય એવી અપીલ કરી







