DAHODGUJARAT

દાહોદ માં ફ્રેન્ડસ સર્કલ ઠક્કર ફળીયા દ્વારા મોટીવેશન શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

તા.૨૮.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ માં ફ્રેન્ડસ સર્કલ ઠક્કર ફળીયા દ્વારા મોટીવેશન શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

ધોરણ.૧૦ અને ૧૨ માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશન મળી રહે તેવા શુભ આશયથી ફ્રેન્ડ્સ ગ્રુપ ઠક્કર ફળિયા દ્વારા મોટીવેશન શુભેચ્છા કાર્યક્રમ ૨૪.૦૨.૨૦૨૪ ને સાંજે ૫.૦૦ વાગે રાખવામાં આવ્યો હતો ધોરણ.૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતા ઠક્કર ફળિયાના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ,મોટીવેશન ભયમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર ઈસ્તિયાકભાઈ સૈયદ મુખ્ય મહેમાન નિવૃત શિક્ષિકા સાબેરાબેન, અતિથિ વિશેષ કમલેશ લીમ્બાચીયાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાં કમલેશ લીમ્બાચીયા અને ઇરફાન મોગલ દ્વારા બોર્ડના પરીક્ષા આપતા ૨૦ બાળકોને એક્ઝામપેડ, કંપાસ ,બોલપેન, કેડબરી અને કલગી રૂપે શુભેચ્છા આપી અને ખૂબ સારું પરિણામ લાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં શિક્ષક ગણ શબનમબેન, ઈકબાલભાઈ ભાભોર, ઈશરત બેન ઉપરાંત ડો ઇઝહાર શેખ ,ઈરફાન મલેક, સલીમભાઈ, આબીદભાઈ શેખ જેવા અગ્રણીઓ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાવેદભાઈ મુન્સી તેમજ આભાર વિધિ નઈમભાઈ મુન્સી દ્વારા કરવામાં આવી હતી આવા મોટીવેશનના કાર્યક્રમો દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે આ કાર્યક્રમમાં ૯ થી ૧૨ ના ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button