
વિજાપુર નગરપાલિકા એ બસ ડેપો થી માર્કેટયાર્ડ તરફ જતો અધૂરો રોડ પૂર્ણ કરવા વકીલ મંડળ જાગૃત નાગરીકો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા એ બસ ડેપોથી માર્કેટયાર્ડ જીઈબી તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર પડ્યો હતો જે રોડ બનાવવા ની વકીલ મંડળ દ્વારા વારંવાર પાલિકા માં કરવામાં આવી હતી જેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જે રોડ નું કામ માર્કેટયાર્ડ થી માલ ગોડાઉન સુધી બનાવી અધુરો છોડી દેવામાં આવતા આ રોડ ને સત્વરે પૂર્ણ કરવા જાગૃત નાગરીકો વકીલો રાહદારીઓ માં માંગ ઉઠવા પામી છે આ અંગે જાગૃત નાગરીક એડવોકેટ રતનભાઈ દેસાઇ પાસેથી મળતી માહીતી મુજબ બસ ડેપોથી માર્કેટયાર્ડ જીઈબી તરફ જતા રોડ ઉપર નજીક આવેલ કોર્ટ ના કામ અર્થે આવતા લોકો તેમજ સોસાયટી વિસ્તાર માંથી બસ ડેપો શાકમાર્કેટ માં લોકોની ભારે અવર જવર હોય છે આ રોડની પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલમાં માર્કેટયાર્ડ થી માલગોડાઉન સુધી લાવી અટકાવી દેવામાં આવ્યું છે જેને પણ ઘણો સમય થવા આવ્યો આ અધુરો છોડવા માં આવેલ રોડ ને સત્વરે બનાવી પૂર્ણ કરવામાં આવે તેવી વકીલ મંડળ અને જાગૃત નાગરીકો માં માંગ ઉઠવા પામી છે 





