JUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે પીએમજેવાય કાર્ડ,સોઇલ હેલ્થ કાર્ડ સહિતની ૧૪ યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ આપ્યા

વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે પીએમજેવાય કાર્ડ,સોઇલ હેલ્થ કાર્ડ સહિતની ૧૪ યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ આપ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા  અન્વયે આજરોજ જુનાગઢ જિલ્લાના વિસાવદર  તાલુકાના કાનાવડલા  ગામે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા.
કાનાવડલા ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમજેએવાય કાર્ડના લાભાર્થી,પ્રાકૃતિક કૃષિ,સોઇલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન,બાળ શક્તિ યોજના ના,પુર્ણા  શક્તિ યોજના  સહિતના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અન્વયે સરકારનો આભાર માન્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમમાં  આઇસીડીએસ,પશુપાલન, આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. હેલ્થ કેમ્પનો ૨૧૧ ગ્રામજનોએ લાભ લીધો હતો. આ ઉપરાંત  સોઈલ હે્લ્થ કાર્ડ – ૫, નવા આયુષ્માન કાર્ડ વિતરણ ૧૦, માય ભારત વોલીએન્ટર કાર્ડ ૧૦ કાઢવામાં આવ્યા હતા.
આ પ્રસંગે  આગેવાનો,વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button