
તા.27/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વૈષ્ણવજન તો તેને કહીયે જે પીડ પરાઈ જાણે રે ભજન પરમાર્થરૂપી ભાવ સાથે સેવાકીય યોગદાનનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે ત્યારે સમાજ જીવનમાં પણ ઘણા વીરલાઓ એવા હોય છે જે નિશ્વાર્થ ભાવે જાહેર સમાજ માટે પોતાનું ઉત્તમ યોગદાન આપી જાણે છે ધ્રાંગધ્રા શહેરના દંપતી નીતિનભાઈ દેપાણી અને સંગીતાબેન દેપાણી દ્રારા તેમના લગ્ન જીવનની 15 માં વર્ષની ઉજવણી અનોખા સ્વરૂપે કરીને અનેક નવ દંપત્તિઓ માટે ઉદાહરણ પૂરું પડ્યું છે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્રારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રશાસન, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ નામાંકિત વ્યક્તિઓને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવે છે જેથી કરીને સમાજનો બહોળો યુવા વર્ગ પ્રેરણા લઈને આ મહાદાનમાં જોડાય ત્યારે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્રારા શરુ કરેલ નવી પહેલમાં નીતિનભાઈ અને સંગીતાબેન એ લગ્ન વર્ષ ની ઉજવણી માટે નવું જ સેવાકીય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.





