રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડીમાં શુભેચ્છા સમારોહ અને માતૃ પિતૃ વંદન કાર્યક્રમ યોજાઈ ગયો
27 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી શ્રી રિહેન એચ. મહેતા વિદ્યાલય ,માકડી માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તેમજ માતૃ પિતૃ વંદન કાર્યક્રમ અને શાળા પરિવાર ના દાતાની દીકરીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આજરોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ તેમજ આશીર્વચન આપવા માટે સમર્થ ડાયમંડ પરિવાર, વિસનગરના શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના રાહુલભાઈ જોશી તેમજ મહેશભાઈ નાયી અને સંસ્થા ના પ્રમુખશ્રી મંગુભાઇ તેમજ ભૂતપૂર્વ મંત્રી શ્રી રમણભાઈ પ્રજાપતિ ની વિશેષ ઉપસ્થિતિ હતી.કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાને નિયમિત મદદરૂપ થતા દાતા એવા શ્રી કે.ટી.પરિવાર,ખેડબ્રહ્મા ના શ્રી રાજાભાઈ ચાવલાની દીકરીના જન્મ દિવસ નિમિતે 108 દિવડા પ્રગટાવી તથા વિદ્યાર્થી અને વાલી દરેક ચાલુ સાલે વ્યક્તિગત 10 -10 વૃક્ષો વાવશે અને તેનો ઉછેર કરશે તેવી સંમતિ સાથે દીકરી નિરાલી ને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. બાળકોને કુમકુમ તિલક અને મો મીઠું કરાવી ધોરણ 10 અને 12 માં તથા આગામી સમયમાં ખૂબ સારી સફળતા મેળવે તે માટે દરેકને શુભેચ્છાઓ આપવામાં આવી… કાર્યક્રમના અંત ભાગમાં શાળામાં ઉપસ્થિત વાલીઓનું દરેક બાળકોએ માતૃ પિતૃ પૂજન કરી આશીર્વાદ લીધા હતા. શાળામાં આ કાર્યક્રમના લીધે તમામ વાલીઓ ભાવ વિભોર બની ગયા હતા..વાલીઓની આંખમાં હર્ષના આસું જોવા મળ્યા હતા.. કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો અને વાલીઓ તથા મહેમાનો માટે ભોજન ની વ્યવસ્થા કરનાર શ્રી રાજાભાઈ ચાવલાનો અને શાળાને જરૂરી મદદની ખાતરી આપનાર સમર્થ ડાયમંડ ગ્રુપના શેઠ શ્રી દિનેશભાઈ પટેલ અને ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દ્વારા નવીન સત્રમાં શાળાને વધારાના ગણિત વિજ્ઞાન શિક્ષક આપવાની ખાતરી બદલ અને હંમેશા મદદરૂપ થવાની ખાતરી બદલ શાળાના આચાર્ય શ્રી ડો આર.કે.પ્રજાપતિ એ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી હસમુખભાઈ મિસ્ત્રી એ કર્યું હતું.