GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર એસપી હાઈસ્કૂલ ખાતે મફત મેડિકલ નિદાન કેમ્પ યોજાયો

ચાર ગામ દશામા મંડળ અમદાવાદ દ્વારા મફત મેડિકલ નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર એસ.પી.હાઈસકુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા યોજાયેલ મફત મેડીકલ નિદાન કેમ્પ ….

 

મફત નિદાન ને બ્લડ ડોનેશન કેમ્પ નું દીપ પ્રગટાવી ને આકેમપને ખુલ્લો મુકતાં ગુજરાત સરકાર ના કેબિનેટ શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી પ્રો.કુબેરભાઈ ડીડોર….

 

મંત્રી શ્રી એ પોતાના વક્તવ્ય માં જણાવેલ કે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા અગાઉ માલવણ મા આવો કેમ્પ કરી ને માનવસેવાનુ કામ કરેલું ,ને આજે સંતરામપુર તાલુકાની પ્રજા માટે ઉમદા માનવસેવાનુ કામ કરી ને ખરેખર પ્રશંસનીય કામગીરી કરેલ છે અને આ મહામંડળ આવી પ્રજા ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ હરહંમેશ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

 

આ પ્રસંગે ઉપસ્થિત સંતરામપુર ના રાજવી અને પુવૅ ધારાસભ્ય પરંજયાદિતયસિહજી પરમારે મહામંડળ ની પ્રવૃત્તિ ને આવકારી ને માનવસેવાના યજ્ઞમાં પ્રવૃત્ત રહેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ નાં પ્રમુખ ભરતભાઇ શેઠે સ્વાગત પ્રવચન ને મહામંડળ ની પ્રવૃત્તિ ઓની જાણકારી આપી હતી.

ઉપસ્થિત મુખ્ય મહેમાનો નું ફુલ ના બુકેને શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.મહામંડળને શાળા પરીવાર દ્વારા ને શાળા મંડળના પ્રમુખ.મંત્રીનેકમિટી સભ્યો દ્વારા મુખયમહેમાનો.ડોકટરોનુ બુકેને શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.

આ કેમ્પમાં ડો.કલપેશ નિનામા. ડો.ધીરજ ચૌધરી.ડો.એમ.એ.પટેલ.
લુણાવાડા. ઙો.નિલમ કે.
શેલોત.લુણાવાડા.ડો.પાથૅમહાજન ડો.તરંગ મહાજન ડો.પ્રદીપશાહ.ડો.હેમાગ મહેતા ને ઓપથાલમીક આશીસટન ડો.દીપસીહ ખરાડી એ તેમની સેવાનો લાભ આપેલ હતો.
આ યોજાયેલ કેમ્પમાં મહીસાગર જિલ્લા ની રેડક્રોસ સોસાયટી દ્વારા અગીયાર બોટલ રક્તદાન એકત્રિત કરાયેલ હતું આ કેમ્પમાં 270જેટલા વિવિધ રોગોના દર્દીઓ એ લાભ લીધો હતો.

એસપી હાઈસ્કુલ શાળાની વિદ્યાર્થીનીઓ એ પ્રાથૅના ને સ્વાગત ગીત થી સૌનુ સ્વાગત કરાયું હતું.
આ માનવસેવાના યજ્ઞમાં શાળાનાં આચાર્ય શિક્ષકો,એન એસ એસ નાં વિધાર્થીઓ.સંચાલક મંડળના સૌ સભ્યો નો સહયોગ આપ્યો હતો. આ માનવ સેવાના યજ્ઞમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા સુંદર સહયોગ આપ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button