GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા આચાર્ય સંઘ નું શૈક્ષણીક અને વહીવટી અધિવેશન ઇન્ફિનિટી સ્કૂલ,લુણાવાડા ખાતે યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા આચાર્ય સંઘ નું શૈક્ષણીક અને વહીવટી અધિવેશન ઇન્ફિનિટી સ્કૂલ,લુણાવાડા મુકામે રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી માન. કુબેરભાઈ ડીંડોર સાહેબ ની અધ્યક્ષતામાં આજરોજ યોજાયું. આ અધિવેશનમાં માન.સાંસદ પંચમહાલ  રાજ્ય આચાર્ય સંઘ ના અધ્યક્ષ  જે પી પટેલ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ના નવનિયુક્ત પ્રમુખ ભાનુભાઈ પટેલ,ઉત્તરઝોન મહામંત્રી  ભરતભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત મહિસાગરના પ્રમુખ  બાબુભાઇ પટેલ,આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશ સેવક તેમજ સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા. રાજયમાં સતત પાંચ વર્ષ આચાર્ય સંઘ ના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કામગરી કરી મોટાભાગના પ્રશ્નો નું સુખદ નિરાકારણ લાવનાર જિલ્લાનાજ  જે પી પટેલ સાહેબનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રીએ ભારત સરકારની નવી શિક્ષણનીતિ અંતર્ગતશિક્ષણમાં થનારા આમૂલ પરિવર્તન અંગે માહીતી આપી તેમજ આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી. અને શિક્ષણના બાકી તમામ પ્રશ્નોનો સુખદ અંત આવશે તેવું જણાવ્યું રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલે સંગઠન વિશે માહિતી આપી તેમજ આચાર્ય કલ્યાણ નિધિ યોજનામાં સો ટકા આચાર્ય જોડાય તેવો અનુરોધ કર્યો. આભાર વિધિ મહામંત્રી  ડી કે સોલંકી એ કરી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button