GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં 150 પથારીના નવીન મકાનનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંદાજિત ૩૩.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા જનરલ હોસ્પિટલના ૧૫૦ પથારીનાં નવીન મકાનનું ઇ-લોકાર્પણ કરાયું

મહીસાગર જિલ્લા જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં 150 પથારીના નવીન મકાનનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે – મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજકોટ ખાતેથી વર્ચુઅલ રીતે અંદાજિત ૩૩.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે ૧૫૦ પથારીનાં નવીન મકાનનું ઇ- ઉદ્દઘાટન કરાયું. આ પ્રસંગે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલ લુણાવાડાના મહીસાગર જિલ્લા સહિત પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને રાજસ્થાનના સરહદી વિસ્તારના અંદાજીત ૧૫ થી ૨૦ લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓનો સીધો લાભ મળશે. હાલ સુધી હોસ્પિટલમાં પ્રતિ વર્ષ ઓપીડી થકી એક લાખથી વધુ દર્દીઓ સારવાર લે છે ,નવીન હોસ્પિટલ બનવાથી અંદાજીત વાર્ષિક બે લાખ દર્દીઓ લાભ લઇ શકે તેવી હોસ્પિટલમાં સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. હાલમાં વાર્ષિક ૧૨૦૦૦ દર્દીઓને દાખલ કરી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં બિલ્ડીંગ બનવાથી વાર્ષિક ૩૦૦૦૦ જેટલા દર્દીઓને દાખલ કરી શકાશે. હાલમાં વાર્ષિક ૨૫૦૦ પ્રસુતિ અને ૫૦૦ સિઝેરિયન ઓપરેશન થાય છે જયારે નવી હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા થયેથી પ્રસુતિમાં વધારો થઇ શકશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે નોંધણી, ઇમરજન્સી, રેડિયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓપીડી જેમ કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ, ડેન્ટલ,ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી જેરિયાટ્રિક, સ્કિન, એનઆરસી, 3 ઓટી કોમ્પ્લેક્સ, લેબોરેટરી સેવા, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશીઅલ રૂમ, એન.આઈ.સી.યુ, પી.આઈ.સી.યુ, બર્ન, આઈ.સી.સી.યુ &એસ આઈ સી.યુ, ,બ્લડ બેન્ક, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રીકલ & પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડીકલ ગેસ પાઇપ લાઇન, CSSD, HVAC & ફાયર ફાઇટીગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુઅરેજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સીસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.

વધુમાં તેમણે જણાવ્યું કે આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે. આયુષ્યમાંન કાર્ડ થકી વિનામૂલ્યે ૧૦ લાખ સુધી સુવિધા આપવામાં આવે છે.

આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના સમયે લુણાવાડા ખાતે ઓછા બેડના કારણે દર્દીને અમદાવાદ, બરોડા જવું પડતું હતું ત્યારે આજ રોજ નવીન જનરલ હોસ્પિટલમાં ૧૫૦ પથારી હોવાથી કોઈ પણ દર્દીને બીજા જિલ્લામાં સારવાર માટે જવું નઇ પડે અને ઘર આંગણે અધતન સુવિધાયુક્ત હોસ્પિટલમાં જ઼ લાભ મળી રહેશે. વડાપ્રધાનશ્રી દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘરઆંગણે વંચિતો અને જરૂરિયાતમંદોને લાભ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સહિત લોકોએ નિહાળ્યું હતું.શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નવીન જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી.

 

 

 

 

 

 

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button