
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ખાતે.. તાલુકા પંચાયતના માન.પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત દીકરી વધામણા કીટ, એજ્યુકેશન કીટ, હાઇજીન કીટ તેમજ વ્હાલી દીકરી યોજનાના મંજુરી આદેશ અને મહિલાલક્ષી યોજનાઓ અંગેની જગૃત્તિ શિબિર કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં કોમ્યુનિટી હોલ મામલતદાર કચેરી કડાણા ખાતે માન.તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો તેમજ મહિલા અને બાળઅધિકારીની કચેરી મહીસાગર દ્વારા અમલીકૃત ‘બેટી બચાવો બેટી પઢાવો યોજના’ અંતર્ગત દીકરી વધામણા કીટ , હાઈજીન કીટ, એજ્યુકેશન કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરેલ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અગેની જાગૃતિ શિબિર યોજાયેલ…
આ શિબિરમાં માતા પિતા ન ધરાવતી દીકરીઓ તેમજ માતા કે પિતા બન્ને માંથી કોઈ એક ન ધરાવતી એમ કુલ-૩૯ દીકરીઓને એજ્યુકેશન કીટ, પૂર્ણા યોજના અંતર્ગત નોધાયેલ શાળાએ ન જતી ૧૫ થી ૧૮ વર્ષની કુલ-૩૫ કિશોરીઓને હાઈજીન કીટ, તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને દીકરી વધામણા કીટ અને મંજુરી હુકમ પત્ર કુલ-૮ નું વિતરણ કરવામાં આવ્યા….
આ પ્રસગને અનુરૂપ તાલુકા પંચાયતના માન.પ્રમુખશ્રીમતી મંગુબેન માલીવાડ તેમને બેટી બચાવો બેટી પઢાવો યોજના થી દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થશે તો તે સશકત ,સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને શિક્ષણ મેળવવા થી તે અત્યચાર સામે અવાજ ઉઠાવી સશક્ત દીકરી બનશે. તથા મહિલા અને બાળ અધિકારી કચેરીના દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી.પક્જ્ભાઈ પટેલ સરે પ્રાસંગિક પ્રવચન આપેલ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વિમેન ના જેન્ડર સ્પેશ્યલિસ્ટ – દીપિકાબેન ડોડીયારે બાળકીઓને સુરક્ષા,સલામતી અને કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી તેમજ આ શિબિર માં ફિલ્ડ ઓફિસરશ્રી આશાબેન ડામોર તેમજ આઈ.સી .ડી.એસના મુખ્ય સેવિકા તથા ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના ડીસ્ટ્રીક્ટ મિશન કો-ઓડીનેટર: ધર્મેન્દ્રભાઈ ઠાકોર અને જેન્ડર સ્પેશ્યાલીસ્ટ :- દિનેશભાઈ ગરાસિયા અને દિપીકાબેન તથા અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા.









