

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મદની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યે રુચિ વધે તે હેતુસર શાળામાં 23 ફેબ્રુઆરીના રોજ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ વચ્ચે સાયન્સ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વિદ્યાર્થીનીઓને ડૉ.મિસ પ્રભા ચેટર્જી, ડૉ.મિસ અર્ચના શર્મા,મિસ મારિયા ટેલકેસ અને વિદ્યાર્થીઓના સર ડૉ. ઝાકીરહુસેન ,સર હબસ અલ હાસિબ અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ગ્રુપના નામો આપવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ નંબરે વિદ્યાર્થિનીઓના ડૉ. મિસ પ્રભા ચેટર્જી ગ્રુપ તેમજ બીજા નંબરે વિદ્યાર્થીઓના સર હબસ અલ હાસિબ ગ્રુપે અને ત્રીજા નંબરે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ગ્રુપ વિજેતા થયા હતા.શાળા પરિવારે વિજેતા ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]









