નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકાના રામ ભક્તો અયોધ્યા મંદિરે દર્શન કરવા માટે થયા રવાના
તિલકવાડા ચાર રસ્તા ખાતે ગામ લોકો એ તમામ ભક્તોને ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું

પ્રાત વિગત અનુસાર અયોધ્યા ખાતે તારીખ 22 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે આ મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના કેટલાક ભાવિ ભક્તો પણ આ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચી દર્શન નો લાભ લીધો હતો ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના નાદોદ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના રામ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા હતા ત્યારે તિલકવાડા ચાર રસ્તા ખાતે ગ્રામજનો દ્વારા તમામ ભક્તોને ફૂલહાર પહેરાવી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પ્રભુ શ્રી રામ ના દર્શન કરી સૌની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ ક્ષણે સૌ કોઈ અયોધ્યા જવા માટે અને પ્રભુ શ્રી રામ ના દર્શન કરવા માટે ભાવુક થયા હતા

ત્યારે આ બાબતે રામ ભક્તો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા 500 વર્ષથી અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવા માટે રાહ જોવામાં આવી હતી. ત્યારે ગયા મહિને તારીખ 22 ના રોજ ભારે દબદબાભેર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશ માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ઠેર ઠેર મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજ સુધી 60 લાખથી વધુ ભક્તો રામ મંદિર ખાતે દર્શન માટે પહોંચી ભગવાન શ્રી રામ ના દર્શન નો લાભ લીધો હતો ત્યારે નર્મદા જિલ્લાના પણ કેટલાક ભક્તો અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન નો લાભ લીધો હતો ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના નાદોદ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના રામ ભક્તો અયોધ્યા જવા માટે નીકળ્યા રવાના થયા છે ત્યારે તિલકવાડા ચાર રસ્તા ખાતે રામ ભક્તો ની ગાડી આવતા ગામ લોકો દ્વારા રામ ભક્તોને ફૂલહાર પહેરાવી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અયોધ્યા મંદિરે દર્શન કરી ભગવાન શ્રીરામ પાસે સૌની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ ક્ષણે સમગ્ર વિસ્તાર જય શ્રી રામ ના અવાજ થિ ગુંજી ઉઠ્યો હતો.અને ઉપસ્થિત સૌ કોઈ અયોધ્યા જવા અને ભગવાન શ્રી રામ ના દર્શન કરવા માટે ભાવુક થયા હતા








