ARAVALLI

તારીખ 11 ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

તારીખ ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૩, શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં સને ૨૦૨૩ ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઇ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક માનનીય જસ્ટિસ અરવિંદ કુમાર તથા ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ સુશ્રી સોનિયા ગોકાણી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિ ને જરૂરી માર્ગદર્શન આપેલ છે. આ લોક અદાલતમાં રાજ્યના કોઇ પણ જિલ્લા, તાલુકા, ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતર ના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લાગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા મલિક ને લગતી તકરાર, માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે. આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે કોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા ૨ાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબ સાઈટનો સંપર્ક કરવો. લોક અદાલત એટલે લોકોની અદાલત “ના કોઇ નો વિજય ના કોઇ નો પરાજય”

[wptube id="1252022"]
Back to top button