
તા.૨૨.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના અબૅન હેલ્થ સેન્ટર.૧ ગારખાયામાં ટીબીના સારવાર હેઠળના ૩૦ જેટલા ટીબી દર્દીઓને કીટ વિતરણ કર્યું 
આજ રોજ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર. ડી. પહાડીયા સાહેબના માગૅદશૅન હેઠળ દાહોદ તાલુકાના અબૅન હેલ્થ સેન્ટર ૧.(ગારખાયા) વિસ્તારમાં ટીબી ના સારવાર હેઠળના ૩૦ જેટલા ટીબી દર્દીઓને દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ મતિ શ્રધ્ધાબેન ભડંગ તરફથી તેઓના પિતા સ્વ.નલિનકાંત મોઢિયાની પુણ્યતિથિ નિમિત્તે નિ : ક્ષય મિત્ર બની દર્દીઓને પોષણ યુક્ત આહાર માટેની કીટ વિતરણ કરવામાં આવ્યું
[wptube id="1252022"]









