
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે કલેકટર અધ્યક્ષ સ્થાને યોજાયો
જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમન થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.
મહીસાગર જિલ્લાના કલેકટર કચેરી મિટિંગ હોલ ખાતે કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૦૭ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે.આ તમામ ફરીયાદોના અરજદારોને સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]