GUJARAT

રાજુલા પોલીસે જુગાર ઝડપી પાડ્યો

રાજુલા ટાઉનમાંથી જાહેરમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રોકડા રૂ.૧૦,૧૫૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

યોગેશ કાનાબાર રાજુલા

મહે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે રહે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સબબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ ટીમે, રાજુલા પોલીસ સ્ટેશનના ટાઉન વિસતારમાં મફતપરા વિસ્તારમાંથી જાહેરમાં પૈસા તથા પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ત્રણ પત્તા પ્રેમીઓને રોકડ રૂ.૧૦,૧૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ પત્તા પ્રેમીઓ પર રાજુલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ.→ પકડાયેલ આરોપીઓની વિગત-(૧) સતારશા આબીયશા કનોજીયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે. રાજુલા મફતપરા સાંખડાની ધાર તા.રાજુલા જી.અમરેલી(૨) ઇકબાલભાઇ રસુલભાઈ કુરેશી ઉ.વ.૬ર ધંધો નિવૃત રહે. રાજુલા મફતપરા સાંખડાની ધાર તા.રાજુલા જી.અમરેલી(3) યુનુસભાઇ જમાલભાઇ સૈયદ ઉ.વ.૪૪ ધંધો. ડ્રાઇવિંગ રહે.રાજુલા મફતપરા સાંખડાની ધાર તા.રાજુલા જી.અમરેલી→ કબ્જે કરાયેલ મુદ્દામાલ -• રોકડા રૂ.૧૦,૧૫૦/-• ગંજીપતાના પાના નંગ પર કિ.રૂ.૦૦/- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના તેમજ માર્ગદર્શનસ ર્વેલન્સ સ્કોડના અના.હેડ કોન્સ જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવીરાજભાઇ બાબુભાઇ તથા ટાઉનબીટના અના.હેડ કોન્સ. મુકેશભાઈ પરશોતમભાઈ તથા પો.કોન્સ. ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button