અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ધો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો

18 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-૧૭/૦૨/૨૪ ના રોજ ધો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ સમારોહને શોભાવવા માટે પરમ પૂજ્ય સંતશ્રી વિરસંગ મહારાજ (અલખ દરબાર આશ્રમ, અરઠી), કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ વી. ચૌધરી, છાત્રાલય સમિતિના મંત્રીશ્રી કાનજીભાઈ ડી.ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રી જેસંગભાઈ બી.ચૌધરી, નારાયણભાઈ ચૌધરી, પ્રતાપભાઈ ચૌધરી, માનસિંહભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ એચ.ચૌધરીએ મહેમાનશ્રીઓનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહેમાનશ્રીઓનું બૂકે, સાલ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધો-૧૧ની વિદ્યાર્થીની પ્રિયા પ્રજાપતિએ વર્ષ દરમ્યાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ધો-૧૨ની વિદ્યાર્થિની હાર્વી પ્રજાપતિએ શાળામાં અભ્યાસના અનુભવો તથા શાળા દ્વારા સિંચીત થયેલ સંસ્કારોને વાચા આપી શાળાના નામ પ્રમાણે આદર્શ વિદ્યાર્થી બનવા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. શિક્ષકશ્રી મહેશભાઈ કે. ચૌધરીએ “પુરુષાર્થ એ જ ઉત્તમ સિદ્ધિ” એ ઉકિતને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્યશ્રીએ “અમૂલ્ય ધન એટલે કેળવણી” એ વિશે પ્રાસંગિક પ્રવચન આપી શાળામાં મેળવેલ કેળવણી થકી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી જીવન સમૃદ્ધ બને તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ સુરેશભાઈ વી.ચૌધરીએ “નવી શિક્ષણ પ્રણાલી થકી નવી ઉતમ તકો” વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી વિદ્યાર્થીઓને ઊર્જાવાન બનાવી શુભેચ્છાઓ પાઠવી હતી.કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ “કેળવે તે કેળવણી” વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી વિદ્યાર્થીઓ ઉચ્ચત્તમ કેળવણી પ્રાપ્ત કરી શાળાના ગૌરવશાળી વિદ્યાર્થીઓ બને તેવા શુભાશિષ પાઠવ્યા હતા.પરમ પૂજ્ય સંતશ્રી વિરસંગ મહારાજે પોતાના આર્શીવચનમાં વિદ્યાર્થીઓને “વિદ્યા એટલે વિનય,વિનમ્રતા અને વિવેક” એ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી વિદ્યાર્થીઓ વિદ્યા થકી ઉત્તમ માનવ સમાજનું નિર્માણ કરી દેશના ગૌરવશાળી નાગરીક બને તેવા શુભાશિષ પાઠવ્યા હતા. આમ ધો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ભાવભરી વિદાય આપી હતી. આ સાથે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર તથા રમત-ગમત અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા અન્ય ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝરશ્રી લવજીભાઈ જી.ચૌધરી તથા શિક્ષિકા શ્રીમતિ કોકિલાબેન કે.ચૌધરીએ કર્યું હતું.