KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ભાજપના મહામંત્રી હર્ષ કાછીઆએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

તારીખ ૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હર્ષ ચેતનભાઈ કાછીયા તેમનો જન્મદિવસ છેલ્લા ૬ વર્ષ થી પ્રાથમિક શાળાના જરૂરમંદ બાળકો સાથે માનવતા હોઈ છે ત્યારે આ વર્ષે પણ પ્રાથમીક શાળા ના વિદ્યાર્થીઓને ૮૦૦ નોટબુક, પેન્સિલ રબર ની કીટ, ચોકલેટ, ભોજનની વ્યવસ્થા કરી હતી અને સેવા વસ્તીમાં જેકેટ્સ,ધાબળા અને મીઠાઈ નું વિતરણ કરીને મનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાલોલ વિધાનસભા પ્રજાવત્સલ ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ હાજર રહ્યા હતા અને તેમને સેવાકીય કાર્ય ને આવકારતા જન્મદિવસ ને દક્ષિણ સંસ્કૃતિ (western culture) માં કેક ન કાપીને, ડી જે પર ડાન્સ ન કરીને ,વ્યસન થી દુર રહી સેવાકીય કાર્ય કરીને માનવવો જોઈએ તેવું ઉદબોધન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આમંત્રિત સભ્ય રાજપાલસિંહ જાદવ,ડૉ યોગેશભાઈ પંડ્યા,ગૌરાંગભાઈ દરજી તેમજ અન્ય આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button