
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ બેઠક વ્યવસ્થા, પાર્કિગ અને ટ્રાન્સપોર્ટેશન સહિતની વિસ્તૃત માહિતી પુરી પાડી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારીના સાંસદ અને પ્રદેશ સંગઠનના પ્રમુખશ્રી સી.આર.પાટીલે શુક્રવારે સભા સ્થળની મુલાકાત લીધી હતી.
ટેક્સટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સાંસદશ્રી સી.આર.પાટીલને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જેમાં સભા મંડપમાં વીવીઆઈપી, વીઆઈપી અને જનમેદનીની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહીવટદાર આનંદુ સુરેશ, અધિક કલેકટર કેતન જોશી અને જિલ્લા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









