DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા ભેચડા ગામની સીમમાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 61,250 નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સામે ગુનો દાખલ

તા.17/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રાના ભેચડા ગામની સીમમાં તળાવથી આગળ મોટા અંકેવાળીયા જવાના કાચા માર્ગે શૈલેન્દ્રસિંહ ઉફે શેલુભા ઝાલાની માલિકીની વાડીમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે ફિલ્મી ઢબે રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ 30, મોટરસાયકલ સહિત રૂપિયા 61,250 નો મુદ્દામાલ સહીત આરોપી હાજર નહીં મળી આવતા આરોપી સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા તાલુકાના ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા ચુસ્ત રહે તેં હેતુથી તાલુકા પોલીસ જુદી જુદી ટિમો બનાવી સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ખાસ પ્રોહીબીશન ડ્રાંઇવનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પો.હે.કો. બી એન ચાવડા ને ખાનગી રાહે બાતમી મળેલ કે ભેચડા ગામની સીમમાં તળાવથી આગળ મોટા અંકેવાળીયા જવાના માર્ગે શેલેન્દ્રસિંહ ઉફે શેલુભા ઝાલાની માલિકીની વાડીમાં ઇંગલિશ દારૂનો જથ્થો ઉતારીને પોતે વેપાર કરતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે સ્ટાફ હે.કો. બી એન ચાવડા,કુલદીપસિંહ ઝાલા, કોસ્ટેબલ વિક્રમભાઈ રબારી, ઘનશ્યામભાઈ, સહિત સ્ટાફ ધ્રાંગધ્રાના ભેચડા ગામની સીમમાં તળાવથી આગળ મોટા અંકેવાળીયા જવાના કાચા માર્ગે શૈલેન્દ્રસિંહ ઉફે શેલુભા ઝાલાની માલિકીની વાડીની ઓરડીમાં તથા વરીયાળી ના ખેતરમાં, અને મોટરસાયકલમાં વિદેશી દારૂની બોટલો નંગ 30 તથા મોટરસાયકલ સહિત રૂપિયા 61,250 નો મુદ્દામાલ સહીત આરોપી વાડી માલિક શૈલેન્દ્રસિંહ ઉફે શેલુભા ઝાલા રહે ભેચડા વાળા હાજર નહીં મળી આવતા આરોપી સામે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button