
વિજાપુર કોર્ટના ન્યાધીશો ની બદલી થતા બાર એસોસિએશન દ્વારા વિદાય સભારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા પુજાબેન.કે.દવે તથા ભારતીબેન કે.જાદવની બદલી થતા એડવોકેટ બાર એસોસિએશન તરફ થી સન્માન વિદાય સમારંભ યોજાયો હતો.એડવોકેટ બાર એસોસિએશન ના પ્રમુખ રતનભાઈ દેસાઈએ બદલી પામેલ ન્યાયાધીશો એ આપેલી સેવાઓ તેમજ કામગીરી ની પ્રશંસા કરી હતી તેમજ હાલમાં ઉપસ્થિત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ એસ અજમેરી એ પણ ભારતી બેન જાદવ તેમજ પુજાબેન.કે.દવે નુ બુકે આપી સન્માન કર્યું હતુ. ગુજરાત બાર કાઉન્સિલના પુર્વ ચેરમેન કિશોરભાઈ ત્રિવેદી એ તેમજ મહેસાણા બાર ના પ્રમુખ રાજેન્દ્રભાઈ બારોટે પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કર્યું હતુ. આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના ના મેમ્બર શંકરસિંહ ગોહિલ અને શંકરસિંહ ગોહલ તથા રત્નેશભાઈ દેસાઈ સિનિયર એડવોકેટ અશોકભાઈ બારોટ, ભરતભાઈ બારોટ, નાથાલાલ પટેલ ,કપિલ બ્રહ્મભટ્ટ, મહેન્દ્રસિહ મંત્રી ધનજંય ઉપાધ્યાય સહમંત્રી તનજીલ સૈયદ, આમ બાર ના તમામ વકીલમિત્રો, તથા મહીલા ધારા શાસ્ત્રી બહેનો હાજર રહ્યા હતા