વડગામ ના લિંબોઈ કોલેજ ખાતે એચ આઇ વી/એડ્સ અંગે વિસ્તૃત માં માર્ગદર્શન આપવામાં આવ્યું

15 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો મ
સરસ્વતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને નર્સિંગ કોલેજ લિંબોઈ ખાતે કોલેજ ના બાળકો ને એચ આઇ વી /એડ્સ વિશે માર્ગદર્શન મળી રહે તે માટે આઈ.સી.ટી સી./ સી એચ સી વડગામ ધ્વારા અને નર્સિંગ કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી દિપક શર્મા ના સહયોગ થી આયોજન કરવામાં આવેલ. જેમાં આઈસીટીસી કાઉન્સિલર કનૈયાલાલ પરમાર ધ્વારા એચ આઇ વી/એડ્સ અંગે વિસ્તૃત માં માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાર બાદ વિહાન પ્રોજેક્ટ ના કો ઓડીનેટર મફાજી ઠાકોર ધ્વારા એ આર ટી દવા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. ત્યાર બાદ લિંક વર્કર કીર્તિ પરમારે વડગામ તાલુકાના 20ગામ મો કરવામાં આવતી કામગીરી વિશે સમજ આપી હતી. કોલેજ સ્ટાફ, આઈસીટીસી સ્ટાફ, વિહાન પ્રોજેક્ટના સપોર્ટ થી નેવું ઉપર બાળકોને માર્ગદર્શન આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.