વિદ્યાધામ- ભાગળ (પીં )શાળા સંકુલમાં ઉમાશંકર જોશી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

23 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિદ્યાધામ-ભાગળ(પીં ) સંચાલિત શ્રી એસ.ડી એલ શાહ હાઇસ્કુલ માં ઉમાશંકર જોશી જન્મ જયંતી નિમિત્તે વક્તવ્ય સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વક્તવ્ય સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને પ્રાર્થના સભામાં ઉમાશંકર જોશી વિશે તેમના વિચારોમાં વક્તવ્ય આપ્યા હતા. શાળાના શિક્ષક શ્રી કીફાયતભાઈ જુણ કિયા એ ઉમાશંકર જોશીના જીવન તેમનું શિક્ષણ, કૃતિઓ, હોદ્દાઓ પુરસ્કાર અને તેમની પંક્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યાર પછી નિબંધ સ્પર્ધામાં શાળાના 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબરે રાજપૂત છાયા. જે ધોરણ (12 )અને દ્વિતીય નંબરે ઠાકોર નેહા. એસ ધોરણ -11 સિદ્ધિ મેળવેલ છે. શાળા કક્ષા યોજાયેલ નિબંધ સ્પર્ધાનું આયોજન કીફાયત ભાઈ જુણકિયા એ કરેલ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને વિદ્યાધામ- ભાગળ ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર. જે. પટેલે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદનસહ શુભેચ્છા પાઠવી હતી





