
થવા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પાંચ દિવસીય SPC સમર કેમ્પનું આયોજન કરાયું
તા.૨૬/૦૪/૨૦૨૩, બુધવાર.
થવા ઉત્તર બુનયાદી શાળા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પાંચ દિવસીય SPC સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ અંકલેશ્વર વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો.
આ સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) અંતર્ગત પાંચ દિવસીય ચાલનાર સમર કેમ્પમાં સમગ્ર ભરૂચ જિલ્લાની શાળાઓના ૬૦૦ થી વધારે વિદ્યાર્થીઓ SPC કેડેટસ જોડાયા છે. સાથે જ ૪૦ CPO અને ૩૮ ADI ઓ પણ જોડાયા છે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ, ઝઘડિયા પોલિસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડ, સંસ્થાના ટ્રસ્ટી માનસિંહ માંગરોલા, રાજેન્દ્રસિંહ માંગરોલા, સંસ્થાના વિભાગીય વડાઓ, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમર કેમ્પનું સમગ્ર આયોજન નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.વાઘેલા દ્વારા કરવામાં આવ્યું. શિસ્ત, અનુશાસનમાં પાઠ શીખવતો સમર કેમ્પ ભરૂચ જિલ્લાના SPC કેડેટસ માટે એક સંભારણું બની રહેશે.
*સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શું છે…..? *
વિધાર્થીઓ અને વિધાર્થીનીઓમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે આદર, શિસ્ત, સામાજિક અનિષ્ઠો સામે પ્રતિકાર, સારા ચારિત્ર્યનું નિર્માણ, તેમજ બાળકોમાં રહેલા જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદરૂપ બનશે તેમજ બાળકોમાં પોલીસ નેતાગીરીના ગુણો પણ ખીલશે.