BANASKANTHAGUJARATPALANPURUncategorized

દાંતા સ્ટેટના સ્વ. હીઝહાઇનેસ નેક નામદાર મહારાણા સાહેબશ્રી મહિપેેન્દ્રસિંહજી પરમાર સાહેબના પુણ્ય અર્થે સર ભવાનીસિંહ વિદ્યાલયના તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું

26 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અખંડ ભારતના 562 રજવાડાં પૈકીનું એક રજવાડું એટલે દાંતા ભવાનગઢ સ્ટેટ. દાંતા સ્ટેટના ગાદીપતિ તરીકે સ્વ. મહારાણા સાહેબશ્રી મહીપેન્દ્રસિંહજી પી પરમાર શોભાયમાન હતા. તેઓશ્રી તારીખ 16 જુલાઈ 2023 ના રોજ હૃદય રોગના હુમલાના કારણે આકસ્મિક અક્ષરધામ પામ્યા હતા.મહારાણા સાહેબે 1980 થી 2023 સુધી શ્રી દાંતા કેળવણી મંડળ, દાંતાના પ્રમુખ તરીકે વિશ્વસનીય અને ન્યાયિક સેવાઓ આપી છે. તેમના ઉત્તરાધિકારી તરીકે મહારાજ કુંવરસાહેબશ્રી રિદ્ધિરાજસિંહજી એમ પરમાર સાહેબ દાંતા સ્ટેટની ગાદી સંભાળશે. સ્વ. નેક નામદાર મહારાણા સાહેબની યાદમાં તેમના પુણ્ય અર્થે તેમના (કુંવર સાહેબશ્રી) નેક નામદાર મહારાણા સાહેબશ્રી રિદ્ધિરાજસિંહજી એમ પરમાર સાહેબ દ્વારા દાંતા ગામની સીમમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 1 અને 2 તથા ઇન્દિરાનગર પ્રાથમિક શાળા તથા સર ભવાનીસિંહ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તથા ચારેય શાળાના સમગ્ર સ્ટાફ પરિવારને ભોજન આપવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થી ભાઈ બહેનોને અધિક શ્રાવણ માસના ઉપવાસ હતા તેમના માટે પણ રાજ પરિવાર દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને કલમ આપવામાં આવી હતી. સર ભવાનીસિંહ વિદ્યાલયના સુપરવાઈઝરશ્રી ડી કે ચૌધરી સાહેબે સ્વ. મહારાણા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરીને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો એ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ધોરણ 12ના દિવ્યાંગ વિદ્યાર્થી ચૌહાણ મેહુલભાઈએ સુંદર ભજન ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે દાંતા સ્ટેટના મહારાજ સાહેબશ્રી અજયરાજસિંહજી પી પરમાર સાહેબ અને મહારાજ સાહેબશ્રી પરમવીરસિંહજી આર પરમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના પ્રસંગે સર ભવાનીસિંહ વિદ્યાલયના તમામ સ્ટાફ મિત્રોએ ખુબ જ સહકાર આપ્યો હતો તે બદલ શાળાના ઈ. આચાર્યશ્રી વી પી પ્રજાપતિ એ તમામ સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button