ડીસા ખાતે રોટરી ક્લબ ડિવાઈન દ્વારા બોળકોને મેન્ટલ હેલ્થનો સેમિનાર યોજવામાં આવેલ

26 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
રોટરી ક્લબ ડિવાઈન ડીસા દ્વારા “ચાઈલ્ડ હેલ્થ એન્ડ પેરેન્ટિંગ સેમિનાર” સરસ્વતી સ્કૂલ ડીસામાં રાખવામાં આવેલ. જેના પ્રોજેક્ટ ચેરમેન ડૉ રીટાબેન પટેલ હતા અને સ્પીકર તરીકે ડીસા ના જાણીતા સેવાભાવી બાળરોગ નિષ્ણાંત ડૉ હિરેનભાઈ પટેલ હતા. ડૉ હિરેનભાઈએ PPT દ્વારા બાળકો ના વિકાસ માટે માતાપિતા એ કેવી કાળજી રાખવી જોઇએ તે અંગે ખૂબ જ સુંદર અને રસપ્રદ માર્ગદર્શન આપ્યુ હતું.આ સાથે વાલીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો અંગે પણ ખુબ જ ઊંડાણ પૂર્વક ની સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી શ્રી પરાગભાઈ માલવી તથા સ્કૂલના ડાયરેક્ટર શ્રી વસ્તાભાઈનો આ પ્રોજેક્ટ માટે ખૂબ જ બિરદાવવા લાયક સહયોગ મળ્યો. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ગીતાબેન ચૌધરી તથા શિક્ષિકભાઈ/બહેનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો . આ કાર્યક્રમમાં 250 થી વધારે વાલીઓ અને KG થી ધોરણ 4 માં અભ્યાસ કરતા તમામ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રમુખ રોટે.ગિરિજાબેન અગ્રવાલ, સેક્રેટરી ડૉ. વર્ષાબેન પટેલ, પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, ડૉ અલ્પાબેન શાહ, કાન્તાબેન પટેલ, કવિતાબેન ઠક્કર અને ડૉ અન્સિ બેન ચૌધરી હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ અંગે વિનોદભાઈ બાંડી વાલા એ જણાવ્યું હતું.





