
૧૧-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
બિદડા ગામના વિધાર્થી એ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરીને પણ જ્ઞાન સેતુ ની પરિક્ષા પાસ કરી.
શાળા અને બિદડા ગામનુ અને મહેશ્વરી સમાજ નુ નામ રોશન કરતો બિદડા ગામના મફતનગર પ્રાથમિક શાળા નં-૨.મા ધોરણ-૬.મા અભ્યાસ કરતો વિધાર્થી હરેશ મહેશ્વરી
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામની શ્રી બિદડા મફતનગર પં.પ્રા.શાળા નં-૨.મા અભ્યાસ કરી રહેલ વિધાર્થી હરેશ ભાવેશભાઈ મહેશ્વરી જે ધોરણ -૬.મા અભ્યાસ કરેછે તે વિધાર્થી હરેશ એ (C.E.T)(કોમન એન્ટ્રસ ટેસ્ટ)જે મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ અંતર્ગત જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ ઓફ એકસેલેન્સ મોરબી માં મેરીટ લીસ્ટ માં આવતા તેમને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ મોરબી માં એડમિશન મેળવવા માટે તાબડતોબ મહેનત કરી હતી.તો બિદડા મફતનગર શાળા પરિવાર દ્વારા હરેશ મહેશ્વરી ને આગળ અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવી ને હરેશભાઈ ને શાળા વતી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રાજેશભાઈ સાથે શાળાના સ્ટાફ ગણ અને બિદડા સીઆરસી કો.ઓ.વિરલસાહેબ અને બિદડા ગામના કાર્યકર રમેશભાઈ પાયણ ઉપસ્થિત રહ્યા હતા.