
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે.તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું જોવા મળી રહ્યુ છે.કારણ કે,ખરીદેલ પાઇપનો પૂરતો ઉપયોગમાં લેવામાં આવેલ નથી.વધુમાં આર.ટીઆઇ.હેઠળ માહિતી માંગવામાં આવે તો પાણી પુરવઠા વિભાગનાં વાસ્મો દ્વારા યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવતી નથી.ત્યારે પાણી પુરવઠા વિભાગ આહવા ડાંગ સામે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે પાણી પહોંચે તે હેતુથી નલ સે જલ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.પરંતુ ડાંગ જિલ્લામાં નળ સે જળ યોજના હેઠળની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે.આર.ટી.આઈ એક્ટિવિસ્ટ જમનાદાસ જીવનભાઈ વાઢુ (વાડેકર ) અને મોતીલાલ સોમાભાઈ ચૌધરી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ હેઠળ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ (વાસ્મો) પાસે માહિતી માંગવામાં આવી હતી. ત્યારે જવાબદાર અધિકારી દ્વારા પૂરતી માહિતી આપવામાં આવેલ નથી.વધુમાં અરજદારો દ્વારા સ્થળ તપાસ કરીને કામગીરી તપાસવામાં આવે તો,કામના પ્રમાણમાં ખરીદેલ પાઇપનો પુરતો ઉપયોગમાં લેવામાં આવેલ નથીનું જણાઈ આવેલ તેમજ માહિતી સિવાય મેજરમેન્ટ બીલ RTI- ૨૦૦૫ હેઠળ માંગવામાં આવી હતી. જેમાં પાઇપ ખરીદીના બીલ 222 ગામો પૈકી માત્ર ૮૭ ગામોના બીલ આપવામાં આવેલ છે.અને બાકી ગામના બીલ એમની પાસે નથી, એવું સાબીત થાયછે.ત્યારે પાઇપ ખોદી જમીનમાં દાટવાનું જે ખોદકામ થાય છે. એનું મેજરમેન્ટ માપપોથીમાં લખેલ બતાવી શકયા નથી.એટલે એનો અર્થ એ થાય છે કે, ગામની પાણી સમિતિએ આજથી ૧૦ થી ૧૫ વર્ષ જુની પાઇપ લાઇનમાં જ્યાં ભંગાણ પડેલ હશે.ત્યાં સુધારો કરી આ કામગીરી ચલાવી લેવાનો વિચારેલ હશે.તે મુજબ તેઓની પાસે રેકર્ડ માંગતા પુરતી માહિતી આપી શક્યા નથી.222 ગામની માહિતીનાં પાછળ કુલ ખર્ચ લગભગ 28 કરોડ થાય છે.ત્યારે સમગ્ર મામલાને લઈને આર. ટી.આઇ. એક્ટિવિસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.જેને લઇને આર. ટી.આઇ. એક્ટિવિસ્ટ દ્વારા ગુજરાત તકેદારી આયુક્તના સચિવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.અને ગાંધીનગરથી ટેકનિકલ ટીમ મોકલીને સ્થળ તપાસ કરીને,યોગ્ય પારદર્શક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે…





