
નર્મદા જિલ્લામાં ખોવાયેલા ૨૩ એન્ડ્રોઇડ ફોન એલસીબી પોલીસે શોધી માલિકોને પરત કર્યા
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ખોવાયેલા ૨૩ એન્ડ્રોઇડ ફોન એલસીબી પોલીસે શોધી માલિકોને પરત કર્યા છે
પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લાના પો.સ્ટે.માં ખોવયેલ ગુમ થયેલ મોબાઇલની આવતી અરજીઓ બાબતે ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ગુમ ખોવાયેલ મોબાઇલને ઝડપી શોધખોળ કરવા અને મુળ માલીકને પરત સોંપવા બાબતેની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લાના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલની અરજીઓની અભ્યાસ અર્થે એલ.સી.બી.શાખામાં મંગાવી જેનો અભ્યાસ કરી તથા સાયબર સેલ, નર્મદાના પોલીસ કર્મચારીઓ સાથે સદર અરજીઓને ટેકનીકલ સર્વેલન્સમાં મુકી મોબાઇલની શોધખોળ કરવાની કામગીરી કરવા તેમજ મીસીંગ મોબાઇલોની અરજીઓનો અભ્યાસ કરવામાં આવ્યો. દરમ્યાન જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી ખોવાયેલા ગુમ થયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૩ કિ.રૂ.૩,૨૦,૦૦૦/-ના મળી આવતા સદર એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મુળ માલીકોને પરત સોંપવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી






