
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
આકરો ઉનાળો પાણી અને સમસ્યા : રામગઢી ગ્રા પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે

તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારો ના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પાણી પહોંચ્યું નથી ત્યારે મેઘરજ ના રામગઢી ગ્રા પંચાયત હેઠળ ના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે
હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે કુવા તળાવ નદી માં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણી સમસ્યા સામે આવી છે ત્યારે મેઘરજ ના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણી ને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે વાત છે મેઘરજ તાલુકા ના રામગઢી ગ્રા પંચાયત વિસ્તાર માં આવેલ ભૂતિયા કુડી ગામની આ ગામ માં કુલ 130 મકાનો આવેલા છે ગામ માં પાણી એ મુખ્ય પ્રશ્ન છે વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે પણ આ નળ માં ગ્રા પંચાયત અને પા.પૂ વિભાગ દ્વારા પાણી આપવા ની કોઈ જોગવાઈ કરાઈ નથી ,કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એક વાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામ ને તંત્ર દ્વારા પાણી અપાયું નથી હાલ ગામ માં પાણી નો બીજો કોઈ સ્ત્રોત નથી ગામ થી એક કિલોમીટર દૂર એક સદગ્રહસ્ત ના બોર માં થોડું ઘણું પાણી આવેછે તેમાંથી હાલ એટલું દૂર ચાલી ને પાણી લાવવા મજબુર બન્યા છે મહિલાઓ વૃદ્ધો પરાણે એક બે બેડા પાણી લાવી શકે છે આ વિસ્તાર ના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન નો છે ત્યારે મૂંઘા પશુઓ ને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે ગ્રામજનો એ અનેક વખત તંત્ર માં રજુઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનો ની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકી નો સામનો કરી રહી છે ત્યારે આ વિસ્તાર ના લોકો ને પાણી અપાય એવી માગ કરી રહ્યા છે









