શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટામાં પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમ યોજાયો

6 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા બ્યુરો
શ્રી સમૌ મોટા કેળવણી મંડળ સંચાલિત શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ, સમૌ મોટા તા.ડીસા જી.બનાસકાંઠા માં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન, વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત છાત્ર સન્માન, પૂર્વ શિક્ષકોનું સન્માન અને શ્રી જે.સી.ભાવસાર સાહેબના વિદાય સમારંભને લઈ અનોખો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો. ઈ.સ.1982 થી શરૂ થયેલ આ શાળાના તમામ વિદ્યાર્થીઓ શાળામાં આવે અને તેમને ભણાવેલ ગુરુને મળી ધન્યતા અનુભવે તે ઉદ્દેશથી સ્નેહમિલન સાથે જેમણે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેવા છાત્રોનું ગુરુઓની અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનનો કાર્યક્રમ તથા આજુબાજુના ગ્રામજનો માટે ,પૂર્વ છાત્રો માટે અને શાળાના વિકાસમાં પોતાનું અતુલનીય યોગદાન આપનાર પૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી માન.શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ રહ્યા સાથે અતિથિ વિશેષ માન.શ્રી બાબુભાઈ દેસાઈ રાજ્યસભા સાંસદશ્રી, માન.શ્રી ભરતસિંહ ડાભી લોકસભા સાંસદશ્રી, માન.શ્રી દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી, વિશેષ આમંત્રિત માન.શ્રી કિર્તીસિંહ વાઘેલા અધ્યક્ષશ્રી ભા.જ.પા. બનાસકાંઠા, મુખ્ય મહેમાનશ્રી અનિકેતભાઈ ઠાકર અને કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી માન.શ્રી વરૂણકુમાર બરનવાલ કલેક્ટરશ્રી બનાસકાંઠા રહ્યા.સાથે-સાથે અરવલ્લી જીલ્લાના ડી.પી.ઈ.ઓ. શ્રી નૈનેશભાઈ દવે, નાયબ ડી.પી.ઈ.ઓ. શ્રી ભરતદાન ગઢવી, શ્રીમતી મનીષાબેન નાઈ (વર્ગ-૨), શ્રી શાંતિભાઈ જોષી (E.I), શાસનાધિકારીશ્રી જયરામભાઈ જોષી તેમજ આજુબાજુ માંથી વિવિધ શાળાના આચાર્યશ્રીઓ મહાનુભાવો ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાજ્યસભાના સાંસદશ્રી અને લોકસભાના સાંસદશ્રીએ શાળાના વિકાસ માટે ગ્રામ અને વાલીની ભૂમિકા વિશે મનનીય ઉદબોધન કરી પોતાનું પણ યોગદાન જાહેર કરી કાર્યક્રમની શોભા વધારી. રાજ્યસભાના અધ્યક્ષશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષશ્રી મા.શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પોતાના પ્રવચનમાં શાળા, શિક્ષક, સમાજ અને વાલીની ભૂમિકા તેમજ સમાજમાં શિક્ષકનું સન્માનએ મહત્વની વાત ઉપર ભાર મૂક્યો. સાથે-સાથે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળી રહે તેવું ચિંતનાત્મક વિષય મુક્યો.સમગ્ર કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને નવીન પહેલના દર્શન થયા, સમગ્ર કાર્યક્રમમાં ફૂલહાર કે શાલનો ઉપયોગ ન કરતા કુમકુમ તિલક, ભગવાન શ્રીરામના અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ, ભારત માતાના ફોટા અને ધાર્મિક પુસ્તકોનો જ ઉપયોગ કરવામાં આવ્યો. સાથે ભોજન પણ ગામઠી પરંપરાનું અને બેઠક વ્યવસ્થામાં બાજોઠ ,પાથરાણા ગોમય લીંપણ કરેલ ભૂમિ ઉપર કાંસાની થાળીમાં રાખવામાં આવ્યું. મહત્વનો સંદેશ શ્રી જે.સી.ભાવસાર સાહેબના શુભેચ્છા સમારોહ રહ્યો, તેમને સન્માન માટે કોઈ એક ગિફ્ટ ,હાર કે સાલ ન રાખતા કવરમાં યથાશક્તિ ભેટ રાખી અને એ સમગ્ર આવેલ ભેટના 25,640/- રૂપિયા શાળાની લાઇબ્રેરી માટે પુસ્તકો માટે સાહેબશ્રી અર્પણ કરી નવીન પહેલ કરી. પુસ્તક સ્વરૂપે સાહેબશ્રી એ કાયમ માટે શાળા માં રહી પ્રેરણા પૂરી પાડશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળ, શાળા પરિવાર, પૂર્વ છાત્રો, પૂર્વ શિક્ષકો અને સમગ્ર ગ્રામજનોએ સહકાર સહયોગ આપ્યો હતો.





