GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર આનંદપુરા સર્કલ પાસે ટ્રેઇલર ટ્રક સર્કલ સાથે અથડાતા ઇકો ને ટક્કર મારી પલટી મારી જતા પાંચ ને ઇજા

વિજાપુર આનંદપુરા સર્કલ પાસે ટ્રેઇલર ટ્રક સર્કલ સાથે અથડાતા ઇકો ને ટક્કર મારી પલટી મારી જતા પાંચ ને ઇજા
મોટી જાનહાની થતા બચી
પાંચ લોકોને ઇજા સારવાર માટે બે જણા ને હિંમતનગર લઈ જવાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હિંમતનગર તરફથી માટી ભરીને આવતી ટ્રેઇલર ટ્રક ના ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપર થી કાબૂ ગુમાવતા ટ્રેઇલર ટ્રક સીધી સર્કલ સાથે અથડાયા બાદ નજીકમાં ઉભેલી ઇકો કાર ને પણ ટકરાઈ હતી જેમાં ટ્રક ચાલક સહિત પાંચને ઇજાઓ પોહચી હતી ટ્રક ચાલક ને વધુ ઇજાઓ ના કારણે સારવાર અર્થે હિંમતનગર લઈ જવાયો હતો અન્ય ને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આ અંગે અકસ્માત ની મળતી માહિતી મૂજબ હિંમતનગર હાઈવે આનંદપુરા સર્કલ પાસે રાજસ્થાન પાસિંગ વાળી ટ્રેઇલર ટ્રક નમ્બર (આરજે 27 જી ઈ 2293 ) માટી ભરી ને મહેસાણા તરફ જઈ રહી હતી તે દરમ્યાન આનંદપુરા સર્કલ નજીક આવતા ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા સર્કલ સાથે અથડાઈ બાજુમાં ઉભેલી ઇકો કાર ને અથડાઈ હતી જેમાં ઇકો બેઠેલા ત્રણ જાણ તેમજ ટ્રેઇલર ના ચાલક તેમજ ટ્રક ક્લીનર સહિત પાંચને ઇજાઓ થઈ હતી જેની જાણ ઉપસ્થિત લોકો એ 108 ને જાણ કરવામાં આવતા પાંચેય જણાને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અકસ્માત નો બનાવ ગંભીર હતો પરંતુ કોઈ જાનહાની જણાઈ ન હતી ટ્રક ના ચાલકને વધુ ઈજાઓ ના કારણે હિંમતનગર ખાતે વધુ સારવાર માટે લઈ જવાયો હતો

[wptube id="1252022"]
Back to top button