શ્રી એમ.બી. કર્ણાવત હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ અને વાલી પરિસંવાદ મિટિંગનું આયોજન કરવામાં આવેલ

31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત શ્રી એમ.બી. કર્ણાવત હાઈસ્કૂલ, પાલનપુરમાં 29 ઓક્ટોબર ને રવિવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગદર્શન માટે વાલી મીટીંગ યોજાઈ હતી. જેમાં પ્રાર્થના, શાબ્દિક સ્વાગત, પરીક્ષાના પરિણામની ચર્ચા, ઉચ્ચ પરિણામ લાવવા માટે શૈક્ષણિક માર્ગદર્શન, તેમજ વાલીઓને પોતાના બાળકોની ચકાસેલી ઉત્તરવહી જોવા માટે આપી હતી. તે પછી વાલીઓના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. અંતે આભારવિધિ અને રાષ્ટ્રગાન બાદ મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આમ હકારાત્મક અભિગમ સાથે તંદુરસ્ત વાતાવરણમાં વાલી મિટિંગના સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત તથા આચાર્યશ્રી ભરતભાઈ જગાણીયા દ્વારા તમામ સ્ટાફ ગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.





