RAJKOTUPLETA

આઇ. સી.ડી.એસ. મા નિવૃત્ત સી.ડીપી.ઓ. ના બાકી બીલો ની ચૂકવણી ના થતા કેબિનેટ મંત્રી ને ફરિયાદ !

નિવૃત સી.ડીપી.ઓ. : વારંવાર રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને લેખીત રજુઆત કરી છે પણ કોઈ જવાબ મળતો નથી બોલો કેમ?

૨૦ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

રાજકોટ જિલ્લા ના આઇ. સી. ડી.એસ વિભાગ ના જસદણ તાલુકાના નિવૃત બાળ વિકાસ યોજના અધિકારી કોકીલા બેન જોષી વર્ષ ૨૦૧૮ મા નિવૃત થયા હતા ત્યારે પોતાના રોકાયેલા બીલો માટે સતત રજૂઆતો કરતા હતા પણ તંત્ર જાણે આખે પાટા બાંધી ને બેઠા હોય તેમ ક્યારેય રજૂઆતો ને ધ્યાને લેવામા આવી નહીં.

નિવૃત્ત બાળ વિકાસ યોજના અધિકારી એ પોતાના વતન જસદણ ના કેબિનેટ મંત્રી ને ધારદાર લેખિત ફરિયાદ કરી હતી તેના સંદર્ભ મા કેબિનેટ મંત્રી એ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ને તપાસ કરી ને નિયમોનુસાર કાર્યવાહી માટે આદેશ કરેલ છે.

આ જોતા એવું લાગે છે કે નિવૃત્ત થયા બાદ પણ જો ત્રણ વર્ષ સુધી બીલો ની રકમ મંજૂર કરવામા આવી નથી તો ચાલુ ફરજ વારા કેવી સ્થિતિ હશે?

અંત મા નિવૃત સી. ડી. પી. ઓ. જણાવ્યુ હતું કે અમારી આ ફરિયાદ થી કેબિનેટ મંત્રી એ તપાસ આદેશ આપવા મા આવ્યા છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામા નહીં આવે તો અમો ફરી કેબિનેટ મંત્રી ને રૂબરૂ મળી ફરિયાદ કરશુ અને સાથે જણાવ્યું હતું કે અમો એ આ બાબતે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને વારંવાર લેખિત રજૂઆતો કરી છે પણ અમારી રજૂઆતો દયાને લેવાતી હોય તેવું લાગતું નથી કારણ કે અમારી લેખિત રજૂઆત સામે કોઈ લેખિત જવાબ મળેલ નથી સાથે જણાવેલ હતું કદાચ જસદણ આઇ. સી.ડી.એસ કચેરી ને મળેલ હોય તો તે જાણતા નથી.

આ જવાબદાર આઇ. સી.ડી.એસ. તંત્ર તેના જ વિભાગ કામ કરી ને નિવૃત થયા હોય અને તેના બાકી રહેતા બીલો માટે આટલો બધા લાંબા સમય સુધી રજૂઆતો કરવી પડતી હોય છતા પણ રજૂઆતો દયાને લેવાતી ના હોય તો આ કેવી બાબત કહેવાય?

સાથે નિવૃત્ત સી.ડીપી.ઓ એ જણાવેલ વિગતો મુજબ કે અમો એ અમારી છેલ્લે ૧૯/૭/૨૦૨૨ અને ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને લેખીત રજુઆત યાદી રૂપે કરેલ હતી તેનો પણ જવાબ મળતો નથી.

અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે હાલ હમણા ગત ૧૨/૪/૨૦૨૩ ના રાજકોટ જિલ્લા પંચાયત ખાતે તમામ આઇ. સી.ડી.એસ. ના અધિકારી કર્મચારી મીટિંગ હતી મીટિંગ દરમ્યાન આઇ. સી.ડી.એસ. ના વર્ગ એક ના અધિકારી ગિનાયા હતા આઇ. સી.ડી.એસ ના ભ્રષ્ટાચાર ના અખબારી અહેવાલો લખનાર પત્રકારો વિરુદ્ધ બફાટ અને ગેરબંધારણીય શબ્દો પ્રયોગો કર્યા હતા.

આઇ. સી.ડી.એસ. ના સત્ય ના પચાવી શકનાર બફાટ નિવેદન આપનાર વર્ગ એક ના અધિકારી વાંચી લે અને સાંભળી પણ કે સત્ય લખ્યું છે અને સત્ય લખાશે પત્રકારો નુ કામ છે ભ્રષ્ટાચારીઓ ને સમાજ સામે સત્ય પ્રકાશિત કરી ને ખૂલા પાડવાનુ.

નિવૃત્ત બાળ વિકાસ યોજના આધિકારી કોકીલા બેન જોષી જણાવ્યું કે જ્યારે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જસદણ કચેરી ખાતે આવ્યા હતા ત્યારે અમે રૂબરૂ અમારી રજૂઆતો ને મળવા ગયા હતા પણ પ્રોગ્રામ ઓફિસર પોતાના અહંકારી ભાષા નો પ્રયોગો કરીને જણાવ્યું હતું કે હવે ભગવાન ભજન કરો

[wptube id="1252022"]
Back to top button