GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની જોડિયાકુવા પ્રા. શાળામાં સત્યનારાયણ ભગવાનની કથા નુ આયોજન કરાયુ.

તારીખ ૩૧/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ કાલોલ તાલુકાની જોડિયાકુવા પ્રા. શાળામાં શ્રાવણ ના અધિક મહિનામાં બાળકો સત્યનારાયણ ભગવાન વિશે જાણે અને ધાર્મિકતા નો ભાવ કેળવાય તે હેતુસર શાળામાં સત્યનારાયણ ની કથા અને નવા બનાવેલ સરસ્વતી મદિર માં પૂજન નો કાર્યક્રમ દીપકભાઈ ઉપાધ્યાય ધ્વારા કરવામાં આવ્યો.જેમ શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ અને ગામના અગ્રણી રમેશભાઈ ચૌહાણ યજમાન પદે બેસીને પૂજા અર્ચના કરવામાં આવી હતી..આ કથા અને પૂજન કાર્યક્રમ માં એસ.એમ.સી ના સભ્યો ગામલોકો પેસેન્ટર વેજલપુર ના આચાર્ય કંચનભાઈ,નાદરખાં ના આચાર્ય ધર્મેશભાઈ અને આ.સી જયંતીભાઈ,મુકેશભાઈ હાજર રહ્યા હતા.એ તબક્કે સદર શાળાના નીતાબેન પટેલ, જગદીશભાઈ અને ભારતીબેન નો પૂરો સહયોગ મળ્યો હતો.

[wptube id="1252022"]









