વિજાપુર ખાતે તાજિયા અને અલમ નું ઝુલુસ નીકળ્યું મુસ્લીમ સમાજે નિફિલ નમાજે અશુરા મસ્જિદો માં અદા કરી

વિજાપુર ખાતે તાજિયા અને અલમ નું ઝુલુસ નીકળ્યું
મુસ્લીમ સમાજે નિફિલ નમાજે અશુરા મસ્જિદો માં અદા કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે મુસ્લીમ સમાજ દ્વારા મોહરમ ના મહિનામાં મુસ્લીમ ચાંદ 10 હિજરી વર્ષ 61 માં મૌલા એ કાયનાત મૌલા અલી ના પુત્ર તેમજ પયગમ્બર સાહેબ ના નવાસા એ ઇસ્લામ ધર્મના રક્ષા કાજે આપેલી શહાદત અને 72 લોકો એ આપેલી શહાદત ની યાદ તાજી રાખી શહેરમાં વિવિધ સ્થળોએ તાજિયા અને અલમ ઝુલ્ફીકાર ફેરવવા આવેછે તેમજ મહિના ના નવમા ચાંદ અને દશમાં ચાંદ બે દિવસ ઉપવાસ કરી વતન દેશના ધર્મની લોકોની સલામતી માટે દુવા કરવા આવે છે તહેવાર ની ઉજવણી ને લઈને શહેરના કસ્બા વિસ્તાર મોમનવાડા તેમજ કસાઈ વાડા વિસ્તારમાં તાજિયા બનાવી ફેરવવામાં આવ્યા હતા તેમજ હૈદરી ચોક વિસ્તારમાં હુસેની ચોક વિસ્તારમાં ઝુલ્ફીકાર બનાવવા આવ્યા હતા ડફેરવાસ ના લોકોએ પણ તાજિયા બનાવી છબ્બા રમી હતી રફાઈ દ્વારા અલમ અને રફાઈ નો કાર્યક્રમ યોજાયો હતો તાજિયા નું ઝુલુસ શહેરના કસ્બા હુસેની ચોક ચબૂતરા સુથાર વાડો દોશીવાડા વૈધનો માઢ ચીસ્તીવાડા કસાઈ વાડા ચક્કર મોમનવાડા થઈ મૂળ સ્થળે પરત લાવવામાં આવ્યા હતા જયાં મુસ્લીમ સમાજ દ્વારા દેશની એકતા સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી