શ્રીમતી સમુબેન મહેતા વિદ્યામંદિર ધોતા સકલાણા ખાતે 77 માં સ્વાતંત્ર્ય દિન ની તાલુકા કક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રીમતી સમુબેન મહેતા વિદ્યામંદિર ધોતા સકલાણા ખાતે 77 માં સ્વાતંત્ર્ય દિન ની તાલુકા કક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીના રોજ અમારી શાળામાં 77 માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષા ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકાના મામલતદાર શ્રી હરેશભાઈ એમ અમીન સાહેબના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી. ત્યારબાદ વડગામ પીએસઆઇ શ્રી એલ.જી .દેસાઈ સાહેબે પોલીસ સ્ટાફ સાથે શાનદાર પરેડ કરી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારબાદ મામલતદાર શ્રી એ શાબ્દિક ઉદબોદન કર્યું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સુસ્વાગતમ ગીત રજૂ કરી આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું શાળાની બાળાઓ દ્વારા ગરબો દેશભક્તિ ડાન્સ સ્ત્રી સશક્તિકરણ આરંભ હૈ પ્રચંડ હૈ ગીતા ઉપદેશ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા હર હર શંભુ સ્તુતિ સબસે અચ્છા હિન્દુસ્તાન ડાન્સ રજૂ કરવામાં આવ્યો આંગણવાડીની બાળાઓ દ્વારા નન્હા મુન્ના દેશ કા સિપાહી હું રજૂ કરવામાં આવી નાના ભૂલકાઓનો ડાન્સ જોઈ મામલતદાર શ્રી ભાવુક થઈ ગયા અને દરેક બાળકોને વ્યક્તિગત સો રૂપિયા ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા તેમજ કેળવણી મંડળના તમામ હોદ્દેદારો તથા સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા ગામમાંથી વડીલો યુવાનો બહેનો તથા માતાઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને ખૂબ જ સારીએવી રોકડ રકમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા સકલાણા ગામના સરપંચ શ્રી ગંગાબેન દલજીભાઈ ચૌધરી ના સુપુત્ર કિરણભાઈએ આવેલ મહેમાન અને પત્રકાર મિત્રોને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક અનેN.S.S. પ્રોગ્રામ ઓફિસર શ્રી જયેશકુમાર જે પ્રજાપતિએ કર્યું હતું.આ કાર્યક્રમની સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રીઓ તથા બંને શાળાના શિક્ષક મિત્રોએ તથા સરપંચ શ્રી તલાટી શ્રી એ ખૂબ જ ઉત્સાહ દાખવી ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો.આ કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમામ અધિકારીશ્રીઓએ એક એક વૃક્ષ વાવી અને ત્યારબાદ બીજા અલગ અલગ પ્રકારના 100 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.









