ગોધરા મજૂર અદાલત દ્વારા બે કર્મીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ થતાં પરિવાર મા ખુશી

તારીખ ૧૬ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાની ગોધરા ખાતે આવેલ સહાયક વેચાણવેરા કમિશનર ની કચેરીમાં પાણીવાળા કમ પટાવાળા તરીકે તારીખ ૩/૧૦/૯૭ થી ફરજ બજાવતા રમેશભાઈ પારસીંગભાઇ બામણીયા ને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય તારીખ ૨૮/૩/૦૬ ના રોજ તેમની લાંબા સમયની નોકરીમાંથી છૂટા કરી દીધેલ તેમજ વિભાગીય નિયામક એસ.ટી વિભાગ ભુરાવાવ ગોધરા ખાતેની કચેરીમાં હેલ્પર કમ ઓપરેટર તરીકે તારીખ ૩/૧/૦૮ થી ફરજ બજાવતા મહંમદ યાસીન અબ્દુલ હીરાને સંસ્થા દ્વારા કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય તારીખ ૩/૧/૧૪ થી તેમની નોકરી માંથી છૂટા કરી દીધેલ જે બાબતે બંને કામદારોએ ગુજરાત સ્ટેટ લેબરના પ્રમુખ એ.એસ ભોઈ તેમજ પેનલ એડવોકેટ સીતેશ એ ભોઈ તેમજ વૈભવ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે રજૂઆતો કરતા ફેડરેશન દ્વારા બંને સંસ્થા અધિકારીઓને ઔદ્યોગિક તકરાર અધિનિયમ૧૯૪૭ ની કલમ ૧૦(૧) હેઠળ બંને કામદારોને પડેલા દિવસોના પગાર સાથે તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા બાબતે મદદનીશ મજુર કમિશનર ગોધરા સમક્ષ વિવાદઉપસ્થિત કરેલ પરંતુ તે બાબતે બંને પક્ષકારો વચ્ચેકોઈ સુખદ સમાધાન ન થતા આ કામ નામદાર મજૂર અદાલત ગોધરા સમક્ષ રેફરન્સ કરવામાં આવે તે બંને કેસો મજુર અદાલત ગોધરા સમક્ષ ચાલી જતા કેસમાં પડેલા પુરાવા અને ફેડરેશનના એડવોકેટો દ્વારા કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવતા નામદાર મજૂર અદાલત ગોધરાના વિદ્વાન ન્યાયાધીશ હિતેશકુમાર એમ મકા સાહેબ દ્વારા બંને કામદારોને આઈડી એટલી કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કરી નોકરી માંથી છુટા કરવામાં આવેલ હોય તેમ જાહેર કરી સંસ્થાનું છુટા કરવાનું પગલું ગેર વ્યાજબી અને ગેર કાનૂની હોવાનું જાહેર કરી બંને કામદારોને તેમની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાનો તથા વીવાદી ખર્ચ પેટે પ્રત્યેક કામદારને રૂપિયા ૫૦૦૦ ચૂકવવાનો આદેશ ફરમાવતા કામદારોના પરિવાર ને લાંબા સમય બાદ મળેલ ન્યાયથી સમસ્ત બે ગરીબ પરિવારો આનંદભોર થવા પામેલ છે.










